Breaking News : રાજ્યમાં પ્રથમ વખત જીવલેણ ચાઈનીઝ દોરી સામે ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, અઢી કરોડથી વધુનો જથ્થો જપ્ત
અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહીથી રાજ્યમાં પ્રથમ વખત પોલીસ ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી છે. રૂપિયા અઢી કરોડથી વધુની જીવલેણ ચાઈનીઝ દોરી જપ્ત કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
રાજ્યમાં પ્રથમ વખત પોલીસ ચાઈનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી છે. અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે મોટી કાર્યવાહી કરીને જીવલેણ ચાઈનીઝ દોરીના સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂપિયા અઢી કરોડથી વધુની કિંમતનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
આ સમગ્ર કેસની શરૂઆત રૂપિયા 12 લાખથી વધુની કિંમતના 3800થી વધુ ટેલર ઝડપાવવાના મામલાથી થઈ હતી. આ કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા વાપી અને સેલવાસ સાથે જોડાયેલું મોટું નેટવર્ક સામે આવ્યું. તપાસમાં ખુલ્યું કે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન અને સંગ્રહ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહ્યો હતો અને તેનું સપ્લાય રાજ્યભરમાં થતું હતું.
તપાસ આગળ વધતા પોલીસ સીધી ચાઈનીઝ દોરીના ઉત્પાદકો સુધી પહોંચી ગઈ છે. જીવલેણ દોરીના ગોડાઉનોમાંથી કરોડો રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ દોરી પતંગ ચગાવવામાં ઉપયોગમાં લેવાતી હોવાથી લોકોના જીવ માટે ગંભીર જોખમ બની રહી હતી.
અમદાવાદ ગ્રામ્ય SOGની અલગ અલગ ટીમો હાલમાં ચાઈનીઝ દોરીના ગોડાઉનોમાં સતત તપાસ કરી રહી છે. ગુજરાતભરમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને હજુ વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
