AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : વી એસ હોસ્પિટલને 189 કરોડના ખર્ચે કરાશે રિનોવેશન, પીપીપી ધોરણે કરાવી શકાશે અનેક લેબ ટેસ્ટ

Ahmedabad News : વી એસ હોસ્પિટલની જૂની વી એસ બિલ્ડિંગના રીનોવેશન માટે વર્ષ 2023-24 નું 189 કરોડનું બજેટ મંજૂર થયુ છે. રૂ 45 લાખ ના ખર્ચે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને નર્સિંગ સ્કૂલ ના ટેરેસ પર સોલાર પેનલ મૂકવામાં આવશે.

Ahmedabad : વી એસ હોસ્પિટલને 189 કરોડના ખર્ચે કરાશે રિનોવેશન, પીપીપી ધોરણે કરાવી શકાશે અનેક લેબ ટેસ્ટ
વી એસ હોસ્પિટલImage Credit source: ફાઇલ તસવીર
Jignesh Patel
| Edited By: | Updated on: Jan 25, 2023 | 5:58 PM
Share

અમદાવાદમાં આવેલી વી એસ હોસ્પિટલની જૂની વી એસ બિલ્ડિંગના રીનોવેશન માટે વર્ષ 2023-24 નું 189 કરોડનું બજેટ મંજૂર થયુ છે. રૂ 45 લાખ ના ખર્ચે હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને નર્સિંગ સ્કૂલ ના ટેરેસ પર સોલાર પેનલ મૂકવામાં આવશે. તો હોસ્પિટલની લેબોરેટરીમાં ઉપલબ્ધ નથી તેવા ટેસ્ટ ppp મોડલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વી એસ હોસ્પિટલ ખાતે દર્દીઓને સુપર સ્પેશીયાલીટીની સેવાઓ મળી શકે તે હેતુસર સુપર સ્પેશીયાલીટી શરૂ કરવામાં આવી છે. જેમાં મહિને રૂ. 15 હજારના ઓનરેરીયમ પ્રતિ યુનિટ ધોરણે પ્લાસ્ટીક સર્જરી, ગેસ્ટ્રોમેડીસીન, પેઇન ક્લિનીક, યુરોસર્જરી, એન્ડો ક્રાઈનોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્કો સર્જરી, નીયોનેટલ કેર, કાર્ડિયોલોજી (ઓપીડી). ન્યુરોસર્જરી જેવી સુપર સ્પેશીયાલીટી વિજીટીંગ કન્સલટન્ટની નિમણૂંક કરી નવેમ્બર – 2021થી શરૂ કરવામાં આવી છે.

વિકાસના કામોની માહિતી

વી એસ હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્ર શરૂ કરવામાં યોજનાઓ જેવી કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY), વાહન અકસ્માત સારવાર સહાય યોજના, મુખ્યમંત્રી અમૃતમ મા યોજના, જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ (જ.એસ એસ.કે.) એસ.એન,સી.યુ. યોજના ઉપરાંત ઓબસ્ટ્રેટીક આઇસીસીયુની, સ્પેશયલ ન્યુબોર્ન કેર યુનીટ યોજના (એસ.એન.સી.યુ.) ની સેવાઓ પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

વી એસ હોસ્પિટલના નાણાંકીય વર્ષ 2022-23 ના અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઇ DNSનું રજીસ્ટ્રેશન ગત મે -2022માં કરાવવામાં આવેલુ છે. જેમાં મેડીકલ, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડીક, પીડીયાટ્રીક, એનેસ્થેસીયા, પેથોલોજી, માઇક્રોબાયોલોજી, ડર્મેટોલોજી, રેડીયોલોજી, સાયકીયાટ્રીક, ઇ.એન.ટી. મળીને કુલ –12 બ્રાન્ચમાં એમ.બી.બી.એસ.ની ડીગ્રી ધરાવતા ડોકટર્સ વિદ્યાર્થી તરીકે ઉચ્ચતર અભ્યાસ કરવા અર્થે આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે.

આ અભ્યાસક્રમ (DNB) MBBS પછીનો ત્રણ વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ છે. આ કોર્ષમાં વિધાર્થીઓને National Board of Examinationની ગાઇડ લાઇન અનુસાર પ્રથમ વર્ષ, દ્વિતિય વર્ષ અને ત્રીજા વર્ષના બોર્ડના નક્કી થયેલ નીતિ નિયમ મુજબ શેઠ વા.સા.જન.હોસ્પિટલ દ્વારા સ્ટાઇપેન્ડ ચુકવવાનું થશે. આ બજેટમાં અધ્યાપકશ્રીઓના વેતન તથા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડની નિયમાનુસારની જોગવાઇ કરવામાં આવેલી છે.

બજેટની વાત કરીએ તો DNB-DIPLOMATE OF NATIONAL BOARD ના રૂ.400 લાખ, મેડીકોલીગલ કેસ તેમજ એસ્ટાબ્લીશમેન્ટ રેકર્ડ્સનું ડીજીટલાઇઝેશન 5.50 લાખ રુપિયા, હોસ્પિટલની હયાત બિલ્ડીંગનું રીટોકીટીંગ રીનોવેશન- રીપેરીંગ રૂ.110 લાખ, હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને નર્સિંગ સ્કૂલના ટેરેસ પર સોલાર પેનલ માટેનું આયોજન – રૂ. 45 લાખ છે.

શેઠ વા.સા.જનરલ હોસ્પિટલની લેબોરેટરીમાં હાલમાં વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ કેટલાક ટેસ્ટ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ન હોય તેવા પેથોલોજી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી લેબોરેટરી ટેસ્ટ પી.પી.પી.ધોરણે બહારની અધિકૃત સ્વૈચ્છિક સંસ્થા સાથે નહીં નફો નહીં નુકશાનના કરાવવાનું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલુ છે.

g clip-path="url(#clip0_868_265)">