અમદાવાદ : ASI નો પૂત્ર નશાના રવાડે, પિતાએ કહ્યુ પોલીસ મદદ નથી કરતી, પોલીસ વિભાગે તમામ આરોપોને ફગાવ્યા

એ ડિવિઝના એસીપી જી.એસ. સયાને ખુલાસો અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ASIના પુત્રને બારડોલીના નશામુક્તિ કેન્દ્રમાં મુકવા માટે ખુદ વસ્ત્રાપુરના પીઆઈ જે.કે.ડાંગરે નશામુક્તિ કેન્દ્રના સંચાલકોને ફોન કર્યો હતો પરંતુ ASI તેમના પુત્રને ત્યાં લઈ નહોતા ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2023 | 9:05 AM

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ASI ભીખુસિંહ ઝાલાનો પુત્ર નશાના રવાડે ચઢ્યાનો કેસ સામે આવ્યા બાદ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. ASI ભીખુસિંહે આક્ષેપ લગાવ્યા છે કે પોલીસ વિભાગ તરફથી તેમને કોઈ મદદ નથી મળી. પોલીસ વિભાગે આ આરોપોને ફગાવ્યા છે. આ મામલે એ ડિવિઝના એસીપી જી.એસ. સયાને ખુલાસો અને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ASIના પુત્રને બારડોલીના નશામુક્તિ કેન્દ્રમાં મુકવા માટે ખુદ વસ્ત્રાપુરના પીઆઈ જે.કે.ડાંગરે નશામુક્તિ કેન્દ્રના સંચાલકોને ફોન કર્યો હતો પરંતુ ASI તેમના પુત્રને ત્યાં લઈ નહોતા ગયા.

પોલીસ વિભાગે ASIને તમામ પ્રકારની મદદ કરીઃ સયાન

ASI ભીખુસિંહે એવા પણ આક્ષેપ કર્યા હતા કે જ્યારે SP વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા ત્યારે તેમને મળવા દીધા ન હતા. પોલીસે આ આક્ષેપને પણ ફગાવ્યો છે અને કહ્યું કે પોલીસ કમિશનર તમામ પોલીસકર્મીને મળીને તેમને લગતા પ્રશ્નો વિશે પુછ્યું હતું અને તમામ કર્મચારીને મળ્યા પણ હતા.જો કે પોલીસ વિભાગે ASI ભીખુસિંહ ઝાલાને તમામ પ્રકારની મદદ આપવા માટેની પણ બાહેંધરી આપી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભીખુસિંહ પોલીસ પરિવારના સભ્ય છે અને પોલીસ વિભાગ તરફથી બનતી મદદ કરવા વિભાગ કટિબદ્ધ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">