Ahmedabad: RTI એક્ટિવિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ નેતા સાકેત ગોખલેની મુશ્કેલીમાં વધારો, મેટ્રો કોર્ટે જામીન અરજી ફગાવી
RTI એક્ટિવિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ નેતા સાકેત ગોખલેની મુશ્કેલીમાં વધારો થયો છે . જેમાં ક્રાઉડ ફન્ડીગના નામે એકત્રીત કરેલા નાણાંનો દુરુપયોગ કરવાના ગુનામાં રિમાન્ડ બાદ આરોપી દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જે મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે.
RTI એક્ટિવિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ નેતા સાકેત ગોખલેની મુશ્કેલીમાં વધારો થયો છે . જેમાં ક્રાઉડ ફન્ડીગના નામે એકત્રીત કરેલા નાણાંનો દુરુપયોગ કરવાના ગુનામાં રિમાન્ડ બાદ આરોપી દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી જે અમદાવાદ મેટ્રો કોર્ટે ફગાવી દીધી છે. જેમાં આરોપીની અમદાવાદ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી હતી જેમાં આરોપીએ 32 લાખથી વધુ નાણાં લોકો પાસેથી પડાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આરોપી દ્વારા પ્રજાલક્ષી સારા કામો કરવા માટે જુદી જુદી સરકારી કચેરીઓ માંથી RTI દ્વારા માહિતી માંગે છે તેથી તેને આ કામ કરવા માટે આર્થીક મદદની જરૂર છે તેવું બતાવીને બનાવટી સંસ્થાનાં નામે ફરિયાદી સહિત અન્ય લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ માં થઈ હતી.
આરોપી દ્વારા મોટી રકમ લોકો પાસેથી મેળવીને પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગમાં લીધી
જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે ગુનામાં આરોપીના રીમાંડ બાદ આરોપી સાકેત ગોખલે દ્વારા મેટ્રો કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.જે જામીન અરજીનો વિરોધ કરતી અરજી સરકારી વકીલે કરીને કોર્ટમાં રજુઆત કરી હતી કે આરોપી દ્વારા મોટી રકમ લોકો પાસેથી મેળવીને પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગમાં કરી હોવાની હકીકત જણાતા આરોપીને જામીન આપવા જોઈએ નહીં આરોપી ને જામીન આપવામાં આવે તો તેને કોઈ રોકાણ અને કોઈને આપેલા નાણાં સગેવગે કરી શકે તેવી શક્યતા છે આરોપી સામે તપાસ ચાલુ છે અને જામીન આપવા આવે તો તપાસ ને નુકશાન પહોંચાડી શકે છે માટે આરોપીને જામીન આપવા ન જોઈએ.
બનાવટી ઇલેટ્રોનિક દસ્તાવેજ કોની મદદથી બનાવામાં આવ્યા છે તેની તપાસ
આ આરોપી દ્વારા વેબસાઇટ્સના માધ્યમથી ક્રાઉન્ડ ફડીગ મેળવ્યું હોવાથી તેની તપાસ ચાલુ છે આરોપીને જામીન આપવા આવે તો વેબસાઇટ્સની માહીતી ડીલીટ કરીને તપાસમાં નુકશાન પહોંચાડી શકે છે માટે આરોપીને જામીન ના આપવા જોઈએ.બનાવટી ઇલેટ્રોનિક દસ્તાવેજ કોની કોની મદદથી બનાવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ હોવાથી આરોપીને જામીન ન આપવા જોઈએ. સરકારી વકીલનીની કોર્ટમાં રજૂઆત હતી કે આરોપીને જામીન આપવામાં આવે તો ફરિયાદી ને ધાક ધમકી કે લોભ લાલચ આપી શકે તેમ છે.
કેસ ચાલે તેના પહેલા ફેરવી કે તોડવી શકે તેમ છે તપાસમાં નુક્શાન પહોચાડી શકે તેમ છે માટે આરોપીને જામીન ન આપવામાં આવે આરોપી ગુજરાત ના રહેવાસી નથી અન્ય રાજ્યમાં રહેતા હોવાથી જામીન આપવામાં આવે તો તપાસમાં હાજર ન રહે તેવી શક્યતા છે અને કેસની ટ્રાયલ સમયે પણ ના હાજર રહે તેવી શક્યતા છે આરોપીને જામીન ના આપવા જોઈએ આમ ઉપર મુજબ ની રજુઆત સરકારી વકીલ કોર્ટમાં કરી હતી અને આરોપી સાકેત ગોખલે ની જામીન અરજીનો વિરોધ કર્યો હતો
સાકેત ગોખલે સામે અગાઉ પણ ગુનો નોંધાઇ ચુક્યો હતો
સાકેત ગોખલે દ્વારા અગાઉ પણ સોશિયલમાં વિવાદીત પોસ્ટ મુકવામાં આવી હતી.મોરબી દુર્ઘટનાને લઈને કરેલી પોસ્ટના ગુનામાં આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી જેમાં આરોપી ને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે ફરીવાર આરોપી સામે વધુ એક ગુનામાં સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. મેટ્રો કોર્ટે આરોપી સાકેત ગોખલે તૃણમુલના નેતાની જામીન અરજીને ફગાવી છે સરકારી વકીલની રજૂઆતને ગ્રાહ્ય રાખીને જામીન અરજી ફગાવી છે.