અમદાવાદમાં પતિની ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની સામે પતિએ નોંધાવી ફરિયાદ, મોટા રેકેટનો થયો પર્દાફાશ

Ahmedabad: અમરાઈવાડીમાં પતિની ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે. પોતાના આર્થિક ફાયદા માટે પતિની ગેરહાજરીમાં તેમની ખોટી સહીઓ કરી પૈસા મેળવતી હતી.

અમદાવાદમાં પતિની ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની સામે પતિએ નોંધાવી ફરિયાદ, મોટા રેકેટનો થયો પર્દાફાશ
સ્ત્રીબીજ રેકેટનો પર્દાફાશ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 19, 2023 | 6:43 PM

અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારમાં સ્ત્રી બીજ ડોનેટના રેકેટનો પર્દાફાશ થયો છે. પતિના નામે ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની વિરુદ્ધ પતિએ ફરિયાદ નોંધાવી છે. સ્ત્રી બીજ ડોનેટના કૌભાંડને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ અને પત્ની વચ્ચેના ઝઘડામાં ગેરકાયદે સ્ત્રી બીજ ડોનેટના નામે ચાલતા રેકેટનો પર્દાફાશ થયો છે. મહિલાને પૈસાની લાલચ આપીને ગેરકાયદે સ્ત્રી બીજ ડોનેટ કરવામાં આવે છે.

પતિના નામે ખોટી સહીઓ કરી સ્ત્રી બીજ ડોનેટ કરતી પત્ની સામે ફરિયાદ

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડા નામના વ્યક્તિએ પોતાની પત્ની અનિતા ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની આર્થિક ફાયદા માટે સ્ત્રીબીજ ડોનેટ કરે છે અને તેમાં પતિની હાજરી વગર ખોટી સહીઓ કરીને પૈસા મેળવે છે. તેની સાથે હંસાબેન પરમાર નામની મહિલા એજન્ટ પણ સંડોવાયેલી છે, જેઓ ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદે રીતે સ્ત્રી બીજનું ડોનેટ કરી રહ્યા છે.

અમરાઈવાડીમાં રહેતા રસિક ચાવડાના લગ્ન 2010માં અનિતા સાથે થયા હતા તેઓના લગ્ન જીવનમાં બે દીકરીઓ છે. પાંચ વર્ષ બાદ પતિ પત્ની વચ્ચે ઘર કંકાસને લઈને ઝઘડા શરૂ થઈ ગયા હતા જેથી 2019 પતિ-પત્ની અલગ થઈ ગયા હતા પરંતુ ત્યારબાદ સમાધાન થતા ફરી સાથે રહેવા લાગ્યા હતા આ દરમ્યાન બંને પતિ પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા એટલે 2020માં અનિતા રિસાઈને પિયર જતી રહી હતી. ત્યારે તે સ્ત્રી બીજ ડોનેટ કરાવતા એજન્ટ હંસાબેન પરમાર સંપર્કમાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો: Breaking News : અમદાવાદમાં મેટ્રો ટ્રેન હવે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે, 30 જાન્યુઆરીથી નવો સમય અમલી થશે

તેમણે આધારકાર્ડમાં જન્મના વર્ષમાં છેડછાડ કરીને તેની ઝેરોક્ષ કઢાવીને હોસ્પિટલમાં ડોનેટ કર્યું હતું. ત્યારે સાક્ષી તરીકે અનિતાએ પતિની ખોટી સહી કરી હોવાનો આક્ષેપ રસિક ચાવડાએ ફરિયાદમાં કર્યો છે. પોલીસે આ આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી. અમરાઈવાડી પોલીસે સ્ત્રીબીજ ડોનેટની પ્રક્રિયા કાયદેસર છે કે ગેરકાયદે તેની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ફરિયાદીએ જે ખોટા ડોક્યુમેન્ટ ના આક્ષેપો કર્યા છે તે મુદ્દે પણ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

g clip-path="url(#clip0_868_265)">