AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વડાપ્રધાન મોદી નેશનલ મેરીટાઈમ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત લોથલના કાર્યની વર્ચ્યૂઅલી કરશે સમીક્ષા

આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા કરશે  જે બાદ માર્ગદર્શન પણ આપશે.

Ahmedabad: વડાપ્રધાન મોદી નેશનલ મેરીટાઈમ હેરિટેજ પ્રોજેક્ટ અંતર્ગત લોથલના કાર્યની વર્ચ્યૂઅલી કરશે સમીક્ષા
PM Narendra Modi (ફાઈલ ફોટો)Image Credit source: TV9
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 11:53 PM
Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra modi )  ડ્રીમ પ્રોજેક્ટ સમા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને સાકાર કરતા  લોથલ (Lothal) ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના ( National Maritime Heritage Complex) સ્થળે ચાલી રહેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરશે. ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર દરિયાઈ વારસાનો વિકાસ કરી રહ્યું છે. જે અંતર્ગત  એક સમયે મહત્વના ગણાતા લોથલ બંદરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 3500 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સથી કામગીરીની સમીક્ષા કરશે  જે બાદ માર્ગદર્શન પણ આપશે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ માટે એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારના બે વિભાગોએ MOU કર્યા હતા અને કેન્દ્રીય બજેટમાં પણ આ અંગે જાહેરાત કરાઈ હતી.

હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર

લોથલ હડપ્પન સંસ્કૃતિના અગ્રણી શહેરોમાંનું એક હતું અને સૌથી જૂના માનવસર્જિત ડોકયાર્ડની શોધ માટે જાણીતું છે. લોથલને વિશ્વ કક્ષાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી લાવવા માટે કામ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રવાસન ક્ષમતાને વેગ મળશે. જેથી પ્રદેશના આર્થિક વિકાસમાં પણ વધારો થશે.  માર્ચ 2022માં આ સંકુલનું કામ શરૂ થયું હતું.. તેમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી બનાવવા માટે લોથલ મિની રિક્રિએશન જેવી ઘણી નવીન અને અનન્ય સુવિધાઓ હશે.

આ ઉપરાંત ચાર થીમ પાર્ક પણ હશે, જેમાં મેમોરિયલ થીમ પાર્ક, મેરીટાઇમ અને નેવી થીમ પાર્કની સાથે ક્લાઈમેટ થીમ પાર્ક હશે તો સાથે જ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્કનો સમાવેશ કરાયો છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ બનાવાઈ રહ્યું છે. હડપ્પન સમયથી શરૂ કરીને અત્યાર સુધી ભારતના દરિયાઈ વારસાને પ્રકાશિત કરતી 14 ગેલેરીઓ પણ બનાવાનું આયોજન છે.

19 ઓક્ટોબરથી વડાપ્રધાન ગુજરાતની મુલાકાત

નોંધનીય છે કે વડાપ્રધાન 19 ઓક્ટોબરથી ગુજરાતના ઝંઝાવાતી પ્રવાસે છે, ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના પ્રવાસ પણ વધી ગયા છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી (PM Modi) 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. તેઓ રાજકોટને ત્રણ ઓવરબ્રિજની ભેટ આપશે. 19 ઓક્ટોબરે રાજકોટમાં (Rajkot) PM મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત PM મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">