Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.Com અને BBAના પેપર લીક કેસમાં FSLની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ
રાજ્યમાં છાશવારે પેપર લીક (Paper leak) થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુરુવારે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી.. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) B.Com અને BBAનું પેપર લીક (Paper leak) થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે. અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મંગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા. જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે. પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.
BBA અને BComની પરીક્ષાના પેપર થયા હતા લીક
રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુરુવારે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી.. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતુ..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સ-5નું પેપર લીક થયું. તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે.
નવું પેપર રાતોરાત બદલી કોલેજોને મોકલાયુ
ગુરુવારે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે કે, બી.કોમનું પેપર રદ્ કરાયું હતુ. પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા છે. ત્યારે પરીક્ષા નિયામક નિલેશ સોનીની ભક્તિનગર પોલીસે રાત્રિના બે વાગ્યા સુધી પૂછપરછ કરી હતી.
સંચાલકોએ અમુક વિદ્યાર્થીઓને ઉત્તર લખાવ્યા હોવાની ચર્ચા
13 ઓક્ટોબરે બી.બી.એ. (BBA) અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા હતી ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી કેટલીક ખાનગી કોલેજના (private college) સંચાલકોએ અમુક વિદ્યાર્થીઓને ઉત્તર લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે.