Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વ્યાજખોરોના ત્રાસમાં પિસાતા લોકો માટે પોલીસ કરશે ડ્રાઇવ, જાણો કેવી રીતે  રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર?

વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા  પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને  ડામવા માટે પોલીસે આ  ડ્રાઇવ શરૂ કરી છે. 31 જાન્યુઆરી સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં શહેરના 7 ડીસીપી નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે.

Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 05, 2023 | 3:25 PM

વ્યાજખોરોના ત્રાસમાં પિસાતા લોકો માટે પોલીસે અનોખી ડ્રાઈવનું આયોજન કર્યું છે. વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો માટે અમદાવાદ શહેર પોલીસે લોક દરબાર યોજ્યો છે. વ્યાજખોરીને ડામવા શહેર પોલીસે 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ યોજી છે. આજથી 31 જાન્યુઆરી સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં શહેરના 7 ડીસીપી નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે. ભોગ બનાર ફરિયાદીએ ડીસીપીને મળી રજૂઆત કરવાની રહેશે. જે બાદ તપાસ કરી વ્યાજખોરીને અટકાવવા શહેર પોલીસ બનતા તમામ પ્રયત્ન કરશે અને બેફામ થયેલા વ્યાજખોરો સામે કડક પગલા લેશે.

31 જાન્યુઆરી સુધી યોજાશે ડ્રાઇવ, જાણો મહત્વના મુદ્દા

  • 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાશે સ્પેશિયલ ડ્રાઇવ
  • શહેરના 7 DCP નોડલ ઓફિસર તરીકે કરશે કામગીરી
  • ભોગ બનારે DCPને મળીને રજૂઆત કરવાની રહેશે
  • વ્યાજખોરી અટકાવવા શહેર પોલીસની 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ

જાણો કેવી રીતે  રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર

નોંધનીય છે કે વ્યાજખોરના ત્રાસને કારણે ઘણા  પરિવાર મોતને ભેટતા હોય છે અથવા તો સામૂહિક આપઘાત કરતા હોય છે આવી સમસ્યાને  ડામવા માટે પોલીસે આ  ડ્રાઇવ શરૂ કરી છે.

ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો
આજનું રાશિફળ તારીખ : 27-03-2025

જરૂરિયાત મંદોને મોટા વ્યાજ સાથેં નાણાંનું ધિરાણ આપવામાં આવે છે અને ગ્રાહકને જરૂર હોય  તેટલે તે વ્યાજખોરે આપેવા વ્યાજે રકમ લે છે.  વ્યાજખોરો ગ્રાહક પાસેથી 10-20 ટકા વ્યાજ વસુલી કરે છે જોકે શરાફી વ્યાજમાં 1 ટકાથી 2.5 ટકા સુધી વ્યાજ સર્વ સામાન્ય હોય છેવ્યાજખોર પાસે લાયસન્સ હોવાથી તે ગ્રાહકના ખાતામાં RTGSથી પૈસા નાંખે છે. RTGSથી પૈસા નાંખતા તે કાયદાકીય રીતે તે સાચો પુરવાર થાય છે. વ્યાજના માત્ર 2 ટકા ગ્રાહક પાસેથી ખાતામાં વસુલ કરે છે અન્ય ઉપરના વ્યાજની ટકાવારી બ્લેકમાં રોકડના રૂપમાં વસુલે છે. રોકડ નાણાંનો કોઈ પુરાવો ન રહેતા બેફામ વ્યાજ વસુલે છે અને નાણાં આપ્યા બાદ અનેક ગણા રૂપિયા વસુલવાનું શરૂ કરે છે.

વ્યાજખોરો 10 હજાર આપી રોજના રૂપિયા 500 સુધી વસુલે છે વ્યાજ

નાણાં આપવામાં વિલંબ કરતા ધિરાણકારો પર દબાણ કરે છે ,વ્યાજ આપવામાં મોડું થાય તો ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લે છે ગ્રાહક કંટાળીને પોલીસ પાસે જાય તો પણ લાયસન્સ હોવાથી વ્યાજખોર બચી જાય છે. તેમજ વ્યાજ ચુકવી ન શકનાર ગ્રાહકોને ધિકાણકારો  ધમકીઓ આપે છે  અને નાણાંના બદલામાં ધિરાણદાર મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, વ્યાજ ન ચુકવી શકનારાઓના પરિવારની મહિલાઓ પાસે અભદ્ર માંગણી પણ થાય છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">