અમદાવાદમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રુપિયા પડાવતી ગેંગ ઝડપાઈ

|

Sep 21, 2024 | 7:34 PM

અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે વેપારીઓ પાસેથી તોડ કરતી ગેંગ ઝડપાઈ છે. ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા અધિકારી હોવાની ઓળખ આપી દુકાનોમાં સામાન ચેક કરી રુપિયા પડાવતા હતા. નરોડા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રુપિયા પડાવતી ગેંગ ઝડપાઈ
Ahmedabad

Follow us on

અમદાવાદમાં ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ પાસેથી રુપિયા પડાવતી ગેંગ ઝડપાઈ, ટ્રસ્ટના નામે વેપારીઓ પાસેથી દુકાન ચેકિંગના બહાને રુપિયા પડાવવામાં આવતા હતા. સમગ્ર મામલે નરોડા પોલીસે ગુનો નોંધી બે મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે, સાથે જ આવા કેટલા વેપારી પાસેથી રુપિયા પડાવ્યા છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે.

અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સ્કવોડના નામે વેપારીઓ પાસેથી તોડ કરતી ગેંગ ઝડપાઈ છે. ગાંધીનગરના ગ્રાહક સુરક્ષા અધિકારી હોવાની ઓળખ આપી દુકાનોમાં સામાન ચેક કરી રુપિયા પડાવતા હતા. નરોડા પોલીસે રાજુ સંઘવી, વૈભવ પટેલ, અલ્પેશ વ્યાસ, ચમન નાયી, રશ્મી શાહ અને લતા શાહની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ આરોપી ગ્રાહક સુરક્ષાના અધિકારી બની હોટલ તથા ખાણીપીણીની દુકાનમાં જઈ તપાસ કરતા અને કોઈ પણ બહાના હેઠળ પોતાના ટ્રસ્ટના નામે રુપિયા પડાવતા હતા. આ ટોળકી રુપિયા પડાવવા માટે નરોડા વિસ્તારમાં ગઈ હતી જ્યાં એક વેપારીને શંકા જતા રૂપિયા આપવાના બદલે પોલીસ મથકે લઈ જઈ પોલીસને સોંપ્યા હતા.

વેપારીને શંકા જતા ટોળકીને પોલીસને હવાલે કરી

આરોપીઓની વર્તણુક પરથી ફરિયાદીને શંકા ઉપજી હતી, જેથી તેણે પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે તમામની ધરપકડ કરી છે, સાથે જ પોલીસને આરોપી પાસેથી એક બુક પણ મળી આવી છે, જેમાં ગ્રાહક સુરક્ષા ટ્રસ્ટના નામે અન્ય વેપારી પાસેથી પણ 100 થી 1000 રુપિયા પડાવવામાં આવ્યાં હતા જેની પહોંચ મળી આવતા પોલીસે તેવા વેપારીની પણ તપાસ કરી પુછપરછ કરી છે અને તેમની પાસેથી કયા બહાને રુપિયા પડાવ્યા તે અંગે તપાસ ચાલુ છે. જેથી કરી આરોપી વિરુદ્ધ વધુ ગુના નોંધી શકાય.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

ગ્રાહક સુરક્ષાના નામે ખાનગી ટ્રસ્ટ ખોલી વેપારી પાસેથી અલગ અલગ બહાને સરકારી અધિકારીની છાપ ઉભી કરી રુપિયા પડાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. જેથી પોલીસે આ ટ્રસ્ટ કેટલા સમયથી ચાલુ છે. અને કેટલા વેપારી પાસેથી કેટલા રુપિયા પડાવ્યા તથા રુપિયા પડાવવા માટે કોઈ બહાના કરવામાં આવતા હતા કે કેમ તથા વેપારીઓ કેમ રુપિયા આપતા હતા તે મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

Next Article