AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

શહેરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ક્યાંક મોટા ભાગે કાર્યક્રમ સફળ રહ્યો તો ક્યાંક લોકોને હાલાકી પડી હોવાનું પણ સામે આવ્યું. તો ક્યાંક ફરિયાદ કે રજુઆત કરવા આવનાર લોકોની સંખ્યા વધતા કોવિડ ગાઈડ લાઈન ભંગ થતી પણ જોવા મળી.

Ahmedabad : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
Planning of Seva Setu program on the occasion of Samvedana Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:41 PM
Share

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજી શહેરીજનોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે પ્રયાસમાં ક્યાંક સુવિધા તો ક્યાંક અગવડતા આવી સામે.

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાથી આજે ઉજવણી કરવામાં આવી. જેમાં સંવેદનશીલ સરકારે સંવેદના દિવસ યોજી ઉજવણી કરી હતી. જે સંવેદના દિવસ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી ઉજવણી કરી કાર્યક્રમ અંતર્ગત શહેરમાં દરેક ઝોનમાં કાર્યક્રમ યોજી લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર કાર્યક્રમમાં 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા, રાશન કાર્ડ, મા કાર્ડ, સાતબાર ઉતારા અને જાતિ સર્ટિફિકેટને લઈને લઈને લોકોએ સેવાનો લાભ લીધો. તો લોકોએ પણ આ એકદિવસીય કાર્યક્રમને આવકાર્યો. થલતેજ ખાતે કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે મુખ્ય મંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લોકોને સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું.

અગવડતાઓ પણ સામે આવી.

દરેક ઝોનમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ખોખરાના કોમ્યુનિટી વસાવડા હોલમાં સેવાસેતુના કાર્યક્રમમાં નાગરિકોના કામો રઝળ્યા હતા. કામ માટે આવનાર લોકોનો આક્ષેપ હતો કે તેઓ કલાકોથી કતારોમાં ઉભા રહ્યા અને જ્યારે નંબર આવ્યો ત્યારે સર્વર ઠપ્પ થતા ત્રણ કલાક સુધી તેઓએ રાહ જોવાનો વારો આવ્યો.

સવારથી કતારોમાં ભુખ્યા તરસ્યા નાગરિકોના સરકારી કામો નહીં થતા નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. તો તમામ વિભાગોના ટેબલો પર સરકારી અધિકારીઓના સંતોષકારક જવાબ ના મળતા પણ નાગરિકો ધક્કે ચડ્યા હતા.

આમ શહેરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ક્યાંક મોટા ભાગે કાર્યક્રમ સફળ રહ્યો તો ક્યાંક લોકોને હાલાકી પડી હોવાનું પણ સામે આવ્યું. તો ક્યાંક ફરિયાદ કે રજુઆત કરવા આવનાર લોકોની સંખ્યા વધતા કોવિડ ગાઈડ લાઈન ભંગ થતી પણ જોવા મળી.

શહેરમાં 7 ઝોનમાં કુલ 9512 લોકોને સેવાનો લાભ લીધો

મધ્ય ઝોન અસારવામાં 1083.

પૂર્વ ઝોન વિરાટનગરમાં 1519.

પશ્ચિમ ઝોન સાબરમતીમાં 1619.

ઉત્તર ઝોન નરોડામાં 1018.

દક્ષિણ ઝોન ખોખરામાં 1385.

ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં 1407

દક્ષિણ પશ્ચિમ ઝોન જોધપુરમાં 1481 લોકોએ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો.

સેવા સેતુ હેઠળ આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિના દાખલા મળી 57 વિવિધ સેવાના લાભનું આયોજન કરાયું.

સૌથી વધુ પૂર્વ ઝોનમાં લોકોએ સેવાનો લાભ લીધો.

આ પણ વાંચો – 15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની બહેન પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી

આ પણ વાંચો – Ahmedabad: તસ્કરોએ ફરી એક વખત જ્વેલર્સની દુકાનને બનાવી ટાર્ગેટ, લાખો રૂપિયાના દાગીનાની ચોરી

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">