Ahmedabad: તસ્કરોએ ફરી એક વખત જ્વેલર્સની દુકાનને બનાવી ટાર્ગેટ, લાખો રૂપિયાના દાગીનાની ચોરી

ચોર ટોળકીએ બે દુકાનમાં પાછળની દિવાલમાં નાનું બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પહેલા વાસણવાળાની દુકાનમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો.

Ahmedabad: તસ્કરોએ ફરી એક વખત જ્વેલર્સની દુકાનને બનાવી ટાર્ગેટ, લાખો રૂપિયાના દાગીનાની ચોરી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:46 PM

અમદાવાદ (Ahmedabad)માં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ચાંદખેડા (Chandkheda) અને બોપલ (Bopal)ની ધાડ બાદ વાસણા (Vasna)માં જ્વેલર્સની દુકાનમાં લાખોની ચોરી કરી તસ્કરો ફરાર થયાં છે. આ ચોર ટોળકી જ્વેલર્સમાં બાકોરુ પાડી જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કરીને પાંચથી છ કિલો ચાંદી લઈ ફરાર થયા છે. વાસણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

વાસણાના ગુપ્તાનગર રોડ પર આવેલ ચામુંડા જ્વેલર્સની પાછળ દિવાલમાં બાકોરું પાડી તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ પાંચથી છ કિલો ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોર તસ્કરોએ સીસીટીવી અને ડીવીઆર પણ ચોરી કરી લઈ ગયા હતા. જો કે ચોર ટોળકી દ્વારા જ્વેલર્સના શોરૂમના ડિસ્પ્લેમાં રાખેલા દાગીના ચોરી કર્યા છે પણ તિજોરી તોડવાનો પ્રયાસ નથી કર્યો.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ચોર ટોળકીએ બે દુકાનમાં પાછળની દિવાલમાં નાનું બાકોરૂ પાડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. પહેલા વાસણવાળાની દુકાનમાં બાકોરૂ પાડી અંદર પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કર્યો. બાદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કરી ચાંદીના દાગીનાની ચોરી કરી છે.

જ્વેલર્સમાં થયેલી ચોરીના બનાવને લઈ સ્થાનિક પોલીસથી લઈ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે પણ પોલીસ અનુમાન લગાવી રહી છે કે નાનું બાકોરું પાડી દુકાનમાં પ્રવેશ કર્યું હોવાથી 20થી 25 વર્ષની ઉંમરના ચોરે આ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. શહેર પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હોવાના દાવા કરતી હોવા છતાં પણ શહેરમાં લૂંટ, ચોરી જેવા ગંભીર બનાવો સતત વધી રહ્યા છે. જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો : સીએમ રૂપાણીએ કોરોનામાં વાલી ગુમાવનારા બાળકોને ખાતામાં ઓનલાઈન 2000 રૂપિયાની સહાય યોજનાનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો :ચટણીનો સ્વાદ ન પસંદ આવ્યો તો પતિએ કરી નાખી પત્નીની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">