AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલરની ધરપકડ, 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું

અમદાવાદ માં ફરી MD ડ્રગ્સ સાથે પેડલરની  ધરપકડ કરી છે.  SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો. પિતાના ડ્રગ્સના ધધો સાચવતો કોણ છે આ નશાનો વેપારી. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી છે

Ahmedabad: એમડી ડ્રગ્સના જથ્થા સાથે પેડલરની ધરપકડ, 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું
Ahmedabad Sog Crime Arrest Drug Paddlers
Mihir Soni
| Edited By: | Updated on: Jan 24, 2023 | 5:51 PM
Share

અમદાવાદમાં ફરી MD ડ્રગ્સ સાથે પેડલરની  ધરપકડ કરી છે.  SOG ક્રાઇમે સારંગપુર વિસ્તારમાંથી MD ડ્રગ્સ વેચનાર પેડલરની ડ્રગ્સ સાથે ઝડપી લીધો. પિતાના ડ્રગ્સના ધધો સાચવતો કોણ છે આ નશાનો વેપારી. SOGએ આ કેસમાં આરોપી અબ્દુલ વાઝીદ શેખની ધરપકડ કરી છે.જે નશાનો વેપાર કરતા ઝડપાઇ ગયો.SOG ક્રાઈમને બાતમી મળી હતી કે સારંગપુર પાણીની ટાંકી પાસે આરોપી અબ્દુલ વાઝીદ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે.

જે બાતમીના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવી ને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો.તેની પાસેથી 32 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું. આ ડ્રગ્સ સારંગપુરમાં વેચવા નીકળ્યો હતો અને SOGએ તેની ધરપકડ કરી હતી.

પિતાના ડ્રગ્સના ધંધા ના કારણે આરોપી વાઝીદ પણ ડ્રગ્સનો વ્યસની બની ગયો

જેમાં આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરીએ તો આરોપી અબ્દુલ વાઝીદ બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે.કારણ કે આરોપી ના પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો.પિતાના ડ્રગ્સના ધંધા ના કારણે આરોપી વાઝીદ પણ ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો અને તેના પિતાની સાથે ડ્રગ્સ નો ધંધો શરૂ કર્યો. આ આરોપી અગાઉ વાહન ચોરી ના ગુનામાં પકડાયેલો છે અને છેલ્લા ઘણા વર્ષો થી ડ્રગ્સ ના વ્યસન ની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકે નું કામ કરતો હતો.

શાહ આલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસે થી વાઝીદ ડ્રગ્સ લાવ્યો હતો

આરોપીની પૂછપરછ માં વધુ એક ડ્રગ્સ પેડલરનું નામ ખુલ્યું..શાહઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસે થી વાઝીદ ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે.જે બાદ ડ્રગ્સની નાની પડીકીઓ બનાવી વેચતો હતો..જોકે હાલ SOG ક્રાઈમે વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમોએ શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">