ગુજરાત વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી મળશે, 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ
વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે.
રાજ્યમાં 15મી વિધાનસભાનું સત્ર 23 ફેબ્રુઆરીથી શરૂ થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર નાણાકીય વર્ષ 2023-2024નું બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ 176(1) મુજબ તારીખ 23 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.
વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પાંચ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે.
ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઇ છે. જે પછી ભાજપની નવી સરકારની રચના થઇ છે. ત્યારે 23 ફેબ્રુઆરીથીદ નવી સરકારનું બજેટ સત્ર મળવા જઇ રહ્યુ છે. જે માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. 24 ફેબ્રુઆરીએ તેમાં બજેટ રજૂ થઈ શકે છે. કનુ દેસાઈ નાણાપ્રધાન તરીકે બીજી વખત બજેટ રજૂ કરવાના છે. બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન સંદર્ભે રચાશે સિનિયર પ્રધાનોની કમિટીની રચના કરવામાં આવી છે.
આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યુ છે. કારણકે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ ગઇ છે અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે. આમ તો ગત વર્ષે પણ કનુ દેસાઇએ જ નાણાંમંત્રી તરીકે બજેટ રજૂ કર્યુ હતુ. ત્યારે સિનિયર નેતા તરીકે કનુ દેસાઇનો તેમને સપોર્ટ મળ્યો હતો. જો કે આ વખતે સ્થિતિ કઇક અલગ હશે. ત્યારે બજેટ માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
નવી સરકારનું પ્રથમ બજેટ 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થઇ શકે છે. આ બજેટ સત્રમાં રાજ્યપાલના સંબોધન કરવા સંદર્ભે સિનિયર પ્રધાનોની કમિટીની ખાસ રચના કરવામાં આવી હતી. સાથે જ રાજ્ય સરકાર જે નવા કાયદા બનાવવા અને જુના કાયદાઓમાં શું સુધારા વધારા કરવા છે તેના પર હાલ અભ્યાસ ચાલી રહ્યો છે.