Ahmedabad: આધાર કાર્ડમાં નામ બદલવા માટે મહિલા કાઉન્સલીરના ડુપ્લીકેટ સ્ટેમ્પ વપરાતા હોવાનું કૌભાંડ, ફરિયાદને આધારે કાર્યવાહી કરાઇ
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સિક્કા અને સહી કરી દેવાનો મામલો સામે આવ્યો છે. જેમાં આનંદનગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક આરોપી હાલ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે.
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સિક્કા અને સહી કરી દેવાનો મામલો સામે આવ્યો છે. જેમાં આનંદનગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે અને અન્ય એક આરોપી હાલ વોન્ટેડ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલર ભાવના બહેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિઓ ઉપયોગમાં લઈ રહ્યા હોવાની જાણ થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એસ.એમ.ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે
ફરિયાદને આધારે આનંદનગર પોલીસે મનિષા મહમંદ અયુબ શેખ નામની મહિલાની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ અન્ય ફરાર આરોપી દુર્ગાપ્રસાદ યાદવની શોધખોળ હાથ ધરી છે. જેમાં શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક બિલ્ડીંગમાં એસ.એમ.ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગાપ્રસાદ કામ કરે છે.
મનીષા શેખ નામની મહિલાની ધરપકડ કરી
આ દુર્ગાપ્રસાદ ઓફિસમાં આધારકાર્ડમાં નામ બદલવાના અને આયુષ્માન કાર્ડ નવા કાઢવાવના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કાઓ કરી આપવાનું કામ કરી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ આનંદનગર પોલીસે ઓફિસમાં કામ કરતી મનીષા શેખ નામની મહિલાની ધરપકડ કરી લીધી છે અને ફરાર આરોપી દુર્ગાપ્રસાદને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીનું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગાપ્રસાદ કે જે કોર્પોરેટરના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આપતો હતો તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે તેની જાણ થઇ શકશે.
આ પણ વાંચો : ભૂજના સ્મૃતિવનની 4 મહિનામાં 2 લાખ 80 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી