Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કૉલ ઑફ ધ ગીર’ પુસ્તકથી માત્ર સિંહ પ્રેમીઓને જ નહીં, વિશ્વભરના વન્ય જીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશેઃ પરિમલ નથવાણી

હાલમાં લોન્ચ થયેલા પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર' માં પરિમલ નથવાણીએ લખ્યું છે કે, ગીર હંમેશા મારા હૃદયની નજીક રહ્યું છે, અને વિશ્વ સાથે તેની સુંદરતા અને મહત્વને શેર કરવા માટે રોમાંચ છે. પુસ્તક હવે એમેઝોન પર અને તમારી નજીકના પુસ્તકોની દુકાનો પર ઉપલબ્ધ છે.

'કૉલ ઑફ ધ ગીર' પુસ્તકથી માત્ર સિંહ પ્રેમીઓને જ નહીં, વિશ્વભરના વન્ય જીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશેઃ પરિમલ નથવાણી
Follow Us:
| Updated on: Aug 02, 2024 | 5:53 PM

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતમાં ગીરના એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી-ટેબલ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ પ્રસ્તુત કર્યું છે. ગત 31મી જુલાઈ, 2024ના રોજ તેમણે આ પુસ્તકની પ્રથમ નકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપી હતી. અગાઉ 2017માં, નથવાણી લિખિત ‘ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત’નું ટાઈમ્સ ગ્રુપ બુક્સે (ટીજીબી) પ્રકાશન કર્યું હતું.

રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો

જો કે, અગાઉના પુસ્તકથી અલગ, આ વખતે ‘કૉલ ઑફ ધ ગીર’માં લખાણનું પ્રમાણ ઓછું છે અને તસવીરો વધુ છે. તેમાં ઝાડ પર ચઢતા સિંહો, ખનિજના ટુકડાને ચાટતાં, એકબીજા સાથે તકરાર અને વ્હાલ કરતાં, રમતાં-કૂદતાં બચ્ચાં, શિકારની મિજબાની કરી રહેલા સિંહ કુટુંબ વગેરે સહિત સિંહની કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે, આ પુસ્તકમાં ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાને પણ ખૂબીપુર્વક કંડારાઈ છે. ગીરમાં એકંદર જીવન, વૃક્ષો, ઝરણાં તેમજ તેની સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે  નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે.

આજનું રાશિફળ તારીખ : 20-04-2025
Health Tips : રાત્રિની આ આદત ઘટાડી શકે છે તમારી ઉંમર, થઈ જાઓ સાવધાન
કયા સમયે મોબાઈલને સ્પર્શ ન કરવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
અહીં થી કરી લો MBA, મળી શકે છે 72 લાખ રૂપિયાનું પેકેજ !
TMKOC ના બબીતા ​​જી કોને ડેટ પર લઈ જવા માંગે છે ?
શું જાંબુના બીજ ડાયાબિટીસ કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે?

આ નવું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ ધરાવે છે. આ કોફી-ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગે કર્યું છે.

આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ના લેખક નથવાણીએ પોતાની નોંધમાં જણાવ્યું છે કે, ગીરની દરેક મુલાકાત તેમનામાં નવું જોમ ભરવાની સાથે નવી પ્રેરણા આપનારી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પુસ્તકને જોયા બાદ, દરેકની અંદર ગીર માટેનો અનહદ પ્રેમ ઉજાગર થશે.

વનતારા પ્રોજેક્ટના આર્ષદૃષ્ટા અનંત અંબાણી પ્રત્યે પણ આભાર પ્રગટ કર્યો

અને આ જ તેમની સૌથી મોટી સિદ્ધિ બની રહેશે. ગીર માટે કાંઈક કરવાની પોતાની ખેવનામાં હંમેશા અસ્ખલિત પ્રેરણાનો સંચાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેમણે આભાર માન્યો હતો. તેમણે વનતારા પ્રોજેક્ટના આર્ષદૃષ્ટા અનંત અંબાણી પ્રત્યે પણ આભાર પ્રગટ કર્યો હતો. અનંત અંબાણીએ ‘આ માસ્ટરપીસ બદલ પરિમલ અંકલને અભિનંદન પાઠવતા પોતાના સંદેશામાં કહ્યું હતું કે, “જ્યાં વન્યજીવસૃષ્ટિ ઝડપથી અલોપ થઈ રહી છે તેવી આ દુનિયામાં આ પુસ્તક દરેકને એ વાતની યાદ અપાવનારું છે કે આપણા કુદરતી વારસાનું જતન કરીને તેને ખીલવવી એ આપણા સહુની જવાબદારી છે.’

“હું પોતે છેલ્લા 30 વર્ષથી ગીરની મુલાકાત લઈ રહ્યો છું. મારી પાસે આટલા વર્ષોમાં ગીરના એશિયાટિક સિંહોની લીધેલી અસંખ્ય તસવીરોનું કલેક્શન છે. આ નવું પુસ્તક ગીરના સિંહોની કેટલીક શ્રેષ્ઠતમ તસવીરોને દર્શાવનારું છે. તેનાથી માત્ર સિંહ પ્રેમીઓને જ નહીં, પરંતુ વિશ્વભરના વન્યજીવસૃષ્ટિ ચાહકોને પ્રેરણા અને મદદ મળશે,” એમ નથવાણીએ કહ્યું હતું.

રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમના મહત્ત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ લાયન’ બદલ પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના સંવર્ધન તેમજ રક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આજે, રાજ્યના આઠથી વધુ જિલ્લામાં સિંહોની ઉપસ્થિતિ જણાય છે અને પોરબંદર જિલ્લાના બરડા ખાતે તેમના માટે એક નવી વસાહત વિકસાવાઈ રહી છે.

નથવાણી સોશિયલ મીડિયા ઉપર પણ ગીર અને સિંહો વિશેના સંદેશા, તસવીરો અને વીડિયો સાથે સતત એક્ટિવ રહ્યા છે, ત્યારે આ પુસ્તક ‘કૉલ ઑફ ધ ગીર’ એ કુદરતપ્રેમીઓ તથા વન્યજીવસૃષ્ટિના ચાહકો માટે એક અનોખું અને અતુલ્ય સર્જન છે.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
આ રાશિના જાતકો જાતકોને આજે વિદેશ પ્રવાસ પર જવાના ચાન્સ બનશે
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
ઈ-વ્હીકલ ખરીદનારાઓ આનંદો, ઈ-વ્હીકલની ખરીદી પર હવે લાગશે માત્ર 1% ટેક્સ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ- AAP નહીં કરે ગઠબંધન
g clip-path="url(#clip0_868_265)">