Ahmedabad: પોલીસ મથકમાં પહોંચી એક યુવક અધિકારીની ચેમ્બરના દરવાજામાં માથું પછાડવા લાગ્યો, સળગી જવાની ધમકી આપી દીવાસળી કાઢી

પકડાયેલો આરોપી પ્રકાશ રાણા અગાઉ પણ અવારનવાર પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વિના પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતો હોવાનું સામે આવ્યું છે.

Ahmedabad: પોલીસ મથકમાં પહોંચી એક યુવક અધિકારીની ચેમ્બરના દરવાજામાં માથું પછાડવા લાગ્યો, સળગી જવાની ધમકી આપી દીવાસળી કાઢી
man started banging his head on the officer chamber door
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 19, 2022 | 12:12 PM

અમદાવાદ (Ahmedabad) ના નરોડા પોલીસ સ્ટેશન (police station) માં ધુસીને એક યુવકે સમગ્ર પોલીસ સ્ટેશન માથે લીધું હતું. શરીરે પેટ્રોલ છાંટી પોલીસ સ્ટેશનમાં ઘુસી અધિકારીની ચેમ્બર સાથે માથુ પછાડી કાચ તોડી નાખનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. યુવકે માથુ પછાડતા તેને લોહી નિકળતા પોલીસકર્મીઓએ પકડી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપી યુવકે દીવાસળી ચાંપી સળગવાનો (burn) પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોએ યુવકને પકડીને બેસાડી દિધો હતો.

અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં ઘૂસીને બે વર્ષ પહેલાં એક યુવકે માથા પછાડી તોડફોડ કરી હતી ત્યારે તે જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. રવિવારે સાંજના સાત વાગ્યાનાં સુમારે નરોડા વિસ્તારમાં રહેતો પ્રકાશ રમેશભાઈ રાણા નામનો 39 વર્ષીય યુવક અચાનક પોલીસ મથકમાં ધુસી આવ્યો હતો. તે સમયે ASI હિંમતસિંહ ત્યાં હાજર હતા ત્યારે અચાનક પોલીસકર્મીને જોઈને હું મારી જાતને બ્લેડો મારીશ તેમ કહીને પોલીસ સ્ટેશનની બહાર જતો રહ્યો હતો અને એક કલાક બાદ ફરી પોલીસ સ્ટેશનમાં આવીને અગમ્ય કારણોસર પીઆઈની ઓફિસ બહારનાં દરવાજે પોતાનુ માથુ અથડાવી દરવાજાનો કાચ તોડી નાખ્યો હતો.

દરવાજામાં આરોપી યુવકે માથુ પછાડતા તેને લોહી નિકળતા પોલીસકર્મીઓએ પકડી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આરોપીએ પોતે સળગી બધાને ફસાવી દેવાની ધમકી આપી પોતાનાં ખિસ્સામાંથી દિવાસળી કાઢી સળગાવવાનો પ્રયત્ન કરતા ASI હિંમતસિંહે તેની પાસેથી દિવાસળી છીનવી લીધી હતી. જે બાદ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનોએ યુવકને પકડીને બેસાડી દિધો હતો. પોલીસ સ્ટેશનમાં લાગેલા CCTV કૅમેરામાં આઈઓપી યુવકની સમગ્ર કરતૂત કેદ થઈ હતી.

આ પણ વાંચો

પકડાયેલો આરોપી પ્રકાશ રાણા અગાઉ પણ અવારનવાર પોલીસ સ્ટેશનમાં આવીને કારણ વિના પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે નરોડા પોલીસે પ્રકાશ રાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી અગાઉ પોક્સોનાં ગુનામાં ઝડપાયો હોવાથી જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. જોકે તેની કરતુતોનાં કારણે તેની પત્નિ તેને છોડીને જતી રહેતા તે આવેશમાં આવીને પોલીસ સાથે ધર્ષણમાં ઉતર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો નરોડા પોલીસે આરોપીની પુછપરછ કરી આ કૃત્ય કરવા પાછળનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
g clip-path="url(#clip0_868_265)">