સૌરાષ્ટ્રના પશુઓ પર ‘લમ્પી’નુ સંકટ, ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ફફડાટ

રાજકોટના કેવડાવાડી અને રૈયાધારના પાંચ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે. પશુપાલન વિભાગના તબીબોએ વેક્સિન(Vaccine)   આપવાની શરૂઆત કરી છે.

સૌરાષ્ટ્રના પશુઓ પર 'લમ્પી'નુ સંકટ, ગ્રામ્ય બાદ શહેરી વિસ્તારમાં લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકોમાં ફફડાટ
Lumpy virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 7:18 AM

રાજકોટમાં (Rajkot) ગ્રામ્ય બાદ હવે શહેરી વિસ્તારના પશુઓમાં(cattle)  લમ્પી વાયરસે(Lumpy virus)  પગપેસારો કરતા પશુપાલકો ચિંતિત થયા છે. રાજકોટના કેવડાવાડી અને રૈયાધારના પાંચ પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર દોડતું થયું છે.પશુપાલન વિભાગના તબીબોએ વેક્સિન(Vaccine)   આપવાની શરૂઆત કરી છે.માલધારી સમાજના અગ્રણીઓની રજૂઆત બાદ લક્ષ્મીવાડી વિસ્તારમાં પશુઓને લમ્પી વાયરસની વેક્સિન આપી હતી.તમને જણાવી દઈએ કે, વેક્સિન આપવાની કામગીરી સમયે માલધારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

સૌરાષ્ટ્રના પશુ પર લમ્પનીનું સંકટ !

તમને જણાવી દઈએ કે, છેલ્લા એક માસથી જામનગર (Jamnagar Latest News) તથા આસપાસના વિસ્તારોમાં લમ્પી વાયરસના (Lumpy Virus case ) કેસ પશુઓમાં વધ્યા છે. પશુઓમાં ખુબ ઝડપથી ફેલાતો લમ્પી વાયરસના કારણે અનેક પશુઓને વાયરસની અસર થઈ છે. તો અનેક પશુઓના મોત થયા છે. જામનગર, ધ્રોલ, કાલાવડ સહીતના તાલુકામાં કેસ નોંધાયા છે. ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ રસીકરણ સહીતની કામગીરી શરૂ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના(Saurashtra)  અનેક વિસ્તારમાં લમ્પી વાયરસ પશુઓમાં ફેલાતા હાલ પશુપાલકો પર ચિંતાના વાદળો ધેરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રાજકોટ, જામનગર, દેવભુમિ દ્વારકા, કચ્છ, પોરબંદર તથા આસપાના વિસ્તારમાં લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. લમ્પી વાયરસના કેસ વધતા તંત્ર દોડધામ શરૂ કરી છે. પશુઓમાં રસીકરણની(Vaccination)  કામગીરી વધારવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">