Vadodara: ડભોઈ વિસ્તારમાં રાત્રે ભારે વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાંયાં, સવારમાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી
ભારે વરસાદને પગલે વડોદરાના પૂર્વ વિસ્તારો પાણી પાણી થયા છે. શહેરના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
વડોદરા (Vadodara) ના ડભોઇ (Dabhoi) માં પણ અવિરત વરસી રહેલા વરસાદ (Rain) ને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રસ્તાઓ પર મોટા પાયે પાણી ભરાવા (Water logging) ને કારણે વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. બીજી તરફ અનેક ખેતરો પણ પાણીમાં ડૂબ્યાં છે. ડભોઇમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 27 ઇંચ વરસાદ નોંધાયો છે.
તો આ તરફ મોડી રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના પૂર્વ વિસ્તારો પાણી પાણી થયા છે. શહેરના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાસ કરીને વાઘોડીયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્ય નગર, પાણીગેટ, ઉમા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે.
વડોદરા જિલ્લાના ડભોઈનું વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. ઉનાળા દરમિયાન આ તળાવ તળિયાઝાટક બન્યું હતું, પરંતુ હાલ ભારે વરસાદના પગલે તળાવ છલોછલ ભરાઈ ચુક્યું છે. ડભોઇ તેમજ સંખેડા તાલુકાની સીમા પર બનેલા આ તળાવ બંને તાલુકાના 32 જેટલા ગામોને ખેતી માટે સિંચાઈનું પાની પુરુ પાડે છે. તળાવમાં પાણીની આવક થતા સહેલાણીઓ પણ તળાવના સોંદર્યને માણવા ઉમટી આવ્યા છે. હાલ ઉપરવાસમાં વધુ વરસાદ થતા જોજવા ડેમ માંથી આ તળાવ ને 50 ટકા જેટલું ભરવામાં આવ્યું છે. પાણીની આવક થતાં ખેડૂતોને સિંચાઈ માટેની ચીંતા દૂર થઈ છે.

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર

હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
