AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદમાં નામાંકિત હોસ્પિટલ દ્વારા નેશનલ કેર કોન્ફરન્સનું કરાયુ આયોજન, દેશભરના 400થી વધુ ડેલિગેટ્સ રહ્યા ઉપસ્થિત

Ahmedabad: અમદાવાદમાં શેલ્બીકોન 2023-નેશનલ ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓન્કોલોજી, પ્લોમોનોલોજી ગાયનેકોલોજી, નેફ્રોલોજી, એક્સડન્ટ અને ટ્રોમા વગેરેમાં વિશિષ્ટ ક્રિટીકલ કેર અંગે સેશન અને પેનલ ચર્ચા યોજાઈ હતી.

Ahmedabad: અમદાવાદમાં નામાંકિત હોસ્પિટલ દ્વારા નેશનલ કેર કોન્ફરન્સનું કરાયુ આયોજન, દેશભરના 400થી વધુ ડેલિગેટ્સ રહ્યા ઉપસ્થિત
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 03, 2023 | 10:45 PM
Share

શેલ્બીકોન 2023 – નેશનલ ક્રિટિકલ કેર કોન્ફરન્સનું આયોજન કરાયું.  ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર, દર્દીની પરિસ્થિતિ સુધારવા અને જીવન બચાવવા માટે તેમની સ્પેશિયલાઈઝ્ડ સંભાળ, સમયસર હસ્તક્ષેપ અને સતત દેખરેખ પૂરી પાડવા માટે ક્રિટિકલ કેર સેવાઓ આવશ્યક છે. મલ્ટિસ્પેશિયાલિટી ક્ષેત્રમાં તેના મહત્વને સમજીને શહેરની નામાંકિત હોસ્પિટલ દ્વારા નેશનલ કેર કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ઓન્કોલોજી, પલ્મોનોલોજી, ગાયનેકોલોજી, નેફ્રોલોજી, એક્સિડન્ટ અને ટ્રોમા વગેરેમાં વિશિષ્ટ ક્રિટિકલ કેર અંગે સેશન અને પેનલ ચર્ચાઓ યોજવામાં આવી હતી.

શેલ્બીકોનનું આયોજન શેલ્બી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ISCCM (ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન) અને APA (એસોસિએશન ઑફ ફિઝિશિયન ઑફ અમદાવાદ)ના સહયોગથી કરવામાં આવ્યું હતું. તેણે હેલ્થકેર પ્રોફેશનલ્સને એકસાથે કામ કરવા, ક્રિટિકલ કેરના ક્ષેત્રે જ્ઞાન અને વિકાસના આદાન-પ્રદાન માટે અન્ય સ્પેશિયાલિટીના જાણીતા નિષ્ણાતો સાથે નેટવર્ક બનાવવાની અનન્ય તક પૂરી પાડી છે. તેમાં સહભાગીઓને સારવારની લેટેસ્ટ પદ્ધતિઓ વિશે જાણવાની તક મળી હતી, જેનાથી તબીબી એકેડેમિક ઉત્સાહીઓ અને વ્યાવસાયિકોને નવીન તબીબી પ્રગતિઓ સાથે સુમેળમાં રહેવામાં મદદ મળી છે.

આ કોન્ફરન્સમાં ભારતભરમાંથી 400થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. તેના વક્તા અને પેનલના સભ્યોમાં દેશભરની સંખ્યાબંધ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલોના વરિષ્ઠ ડોકટરોનો સમાવેશ થયો હતો. તેમાં હાજરી આપનારા વક્તા અને પેનલિસ્ટમાં મેદાંતા હોસ્પિટલ – દિલ્હી, IMSCCM – રાંચી, હિન્દુજા હોસ્પિટલ – મુંબઈ, સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ – મુંબઈ, ગ્લોબલ હોસ્પિટલ – મુંબઈ વગેરેના નિષ્ણાત ડૉક્ટરોનો સમાવેશ થયો હતો.

આ કોન્ફરન્સ અગાઉ અમદાવાદમાં 2જી જૂન 2023ના રોજ ઇન્ટરેક્ટિવ ક્રિટિકલ કેર વર્કશોપ્સ અને કેસ ચર્ચાઓ થઈ હતી. જેમાં ICU ઈન્ફેક્શન કોર્સ (SG), મિકેનિકલ વેન્ટિલેશન કોર્સઅને એરવે કોર્સનો સમાવેશ થાય છે. તેનો હેતુ કોમ્પ્રિહેન્સિવ ઈમરજન્સી કેર સોલ્યુશન્સ માટે સીમલેસ ટેકનિકનો વધુ ઉપયોગ કરવાનો હતો.

શેલ્બીના ગ્રૃપ COO ડો. નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે, “હું શેલ્બીકોનને હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે જ્ઞાનના આદાનપ્રદાન અને ગ્રાઉન્ડ બ્રેકિંગ વિચારો શેર કરવા માટે એક અનોખી તક તરીકે જોઉં છું જે ક્રિટિકલ કેરમાં પડકારોને પહોંચી વળવા વધુ વ્યાપક અભિગમ તરફ નોંધપાત્ર રીતે યોગદાન આપશે.” કોન્ફરન્સના ચેરમેન અને સિનિયર ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. અમિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આ માત્ર ક્રિટિકલ કેર નિષ્ણાતો જ નહીં પરંતુ મલ્ટિસ્પેશિયાલિટી નિષ્ણાતોના જ્ઞાનને શેર કરવા અને કૌશલ્યો વધારવા માટેની એક ઇવેન્ટ છે, જેમાં ક્ષેત્રના જાણીતા નિષ્ણાતો દ્વારા ઈનસાઈટ્સ, આધુનિક સંશોધન અને ક્રિટિકલ કેરની શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે કરવામાં આવે છે.”

આ પણ વાંચો : Gujarati Video : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે ગેરકાયદે દબાણ હટાવાયું, મૂર્તિને નુકસાન ન થાય તે રીતે તોડી પડાયું મંદિર

કોન્ફરન્સના સાયન્ટિફિક ચેરમેન અને સિનિયર ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મિનેશ મહેતાએ જણાવ્યું હતું કે, “એક ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે હું ક્રિટિકલ કેરને ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી વગેરે ઘણી વિશેષતાઓના આધાર તરીકે જોઉં છું. શેલ્બીકોન નેશનલ ક્રિટિકલ કેર કોન્ફરન્સ હેઠળ અમારો લક્ષ્ય એ છે કે સમગ્ર ભારતમાંથી શ્રેષ્ઠ લોકો તેમની શ્રેષ્ઠ પ્રેક્ટિસ શેર કરવા અને ક્રિટિકલ કેર મેનેજમેન્ટના ક્ષેત્રમાં નવીનતમ જાણકારીની આપ-લે કરે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">