Gujarati Video : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે ગેરકાયદે દબાણ હટાવાયું, મૂર્તિને નુકસાન ન થાય તે રીતે તોડી પડાયું મંદિર

ઔડાના જ પ્લોટ પર કરવામાં આવેલું દબાણ ઔડાની ટીમે દૂર કરવામાં આવ્યું હતું. અહીં મંદિર, ગૌશાળા ઉપરાંત અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવા (Demolition) આવેલી ટીમે મૂર્તિને નુકસાન ન થાય તે રીતે મંદિર તોડી પાડ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 5:03 PM

Ahmedabad : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) પાસે ગેરકાયદે દબાણ પર ઔડાનું બુલડોઝર ફર્યુ. ઔડાના જ પ્લોટ પર કરવામાં આવેલું દબાણ ઔડાની ટીમે દૂર કરવામાં આવ્યું હતું. અહીં મંદિર, ગૌશાળા ઉપરાંત અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવા (Demolition) આવેલી ટીમે મૂર્તિને નુકસાન ન થાય તે રીતે મંદિર તોડી પાડ્યું હતું. એટલું જ નહિં ગૌશાળા અને અન્ય બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Gujarati Video : રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા માટે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારી, બળદગાડા તૈયાર કરાયા

ગૌશાળાનું બાંધકામ તોડવામાં આવે તે પહેલા પશુઓને ઢોર ડબ્બામાં પૂરીને ઢોરવાડા લઇ જવામાં આવ્યા હતા. જો કે, એક વાછરડું અને તેની માતાને જે તે સ્થળ પર જ રાખવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ જાતે જ દૂધ કાઢીને વાછરડાને પીવડાવવામાં આવ્યું હતું.

તો દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો હતો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અને VHPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કેટલાક VHPના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજો છે, પરંતુ જમીન ખાલી કરાવવા માટે ગણેશ હાઉસિંગના બિલ્ડર દ્વારા આ બધુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે- મરી જઈશું પણ મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં કરવા દઈએ. મહારાજ પ્રમાણે આ જમીન દાયકાઓ પહેલા ઠાકોરોએ દાનમાં આપી હતી. તે સમયે અહીં ફક્ત એક ડેલુ જ હતું, પરંતુ ત્યારબાદ મોટું મંદિર બનાવાયું હતું. તેના દસ્તાવેજો પણ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">