Ahmedabad: અમદાવાદની કઠવાડા GIDCમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ 

અમદાવાદની કઠવાડા GIDC માં આવેલા શ્રીયમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમા ઘટનાની વિગત મુજબ નિકોલ  પોલીસની ગિરફતમાં દેખાતા આ આરોપીનું નામ દિલીપ ભોઈ છે. ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજા ભોઈ, ગણેશ, બીશ્વજીત તેમજ દિલીપ ભોઈ ચારેય લોકો ફેક્ટરીમા નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. 

Ahmedabad: અમદાવાદની કઠવાડા GIDCમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ 
Nikol Police StationImage Credit source: File Image
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Dec 20, 2022 | 5:14 PM

અમદાવાદની કઠવાડા GIDC માં આવેલા શ્રીયમ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. જેમા ઘટનાની વિગત મુજબ નિકોલ  પોલીસની ગિરફતમાં દેખાતા આ આરોપીનું નામ દિલીપ ભોઈ છે. ગત તારીખ 17 ડિસેમ્બરના રોજ રાજા ભોઈ, ગણેશ, બીશ્વજીત તેમજ દિલીપ ભોઈ ચારેય લોકો ફેક્ટરીમા નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા.  ત્યારે રાતના 12:30 વાગે આસપાસ બીશ્વજીત ઉપરના ભાગે ગ્રાઈન્ડિંગ મશીન પર કામ કરતા દિલીપ ભોઈ જોડે પ્લાસ્ટિકનો ભૂકો લેવા ગયો હતો, 20 મિનિટ બાદ બીશ્વજીત લિફ્ટના નીચે લોહીલુહાણ હાલતમાં આવ્યો હતો.

જેથી રાજા ભોઈએ તેને બીજા શેડમાં લઈ જઈ ઇજાનું કારણ પૂછતાં તેને જણાવ્યું હતું કે દિલીપે તેને ગ્રાઈન્ડિંગ કરવાની ના પાડી બોલાચાલી કરતા તે અડધું ગ્રાઈન્ડિંગ કરેલો ભુક્કો લિફ્ટમાં મૂકીને આવી રહ્યો હતો ત્યારે દિલીપે પાવડાથી માથામાં હુમલો કર્યો હતો. જે બાદ બુમાબુમ થતા તમામ લોકો જાગી જતા 108 ને બોલાવામાં આવી હતી જ્યાં 108 પહોંચે એ પહેલા જ બીશ્વજીતનું મોત થયું હતું.

Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો
કોના નામનું સિંદૂર લગાવે છે રેખા ? આટલા વર્ષે થયો ખુલાસો
શું તમારા ઘરના વોશ બેસિનમાં પણ છે નાનું કાણું? જાણો તે કેમ હોય છે

આ ઘટના અંગે નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યું કે તે અને મૃતક તેમજ ફરિયાદી તમામ એક જ ગામ ઓડિશાના વતની છે. મૃતકને થોડા દિવસ પહેલા ફરિયાદી કામ માટે લાવ્યો હતો અને તેની સાથે વધુ મિત્રતા રાખતા આરોપીને ઈર્ષા થતી હતી અને જેના કારણે સામાન્ય બાબતમાં હત્યાને અંજામ આપ્યો હતો. પકડાયેલો આરોપી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરે છે ત્યારે તે 3 વર્ષથી અમદાવાદમાં મજૂરી કરતો હતો, આરોપીએ ઓડીશામાં કોઈ ગુનાનો અંજામ આપ્યો છે કે કે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">