High Speed Rail: મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર માટે ટ્રેકનું કામ શરૂ, ફાસ્ટિંગ ડિવાઈસ લગાવાશે, જુઓ Video
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ (જેમ કે જાપાનીઝ શિંકનસેનમાં વપરાય છે) નું બાંધકામ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત J-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ રિઇનફોર્સ્ડ કોંક્રીટ (RC) ટ્રેક બેડ (જેમ કે જાપાનીઝ શિંકનસેનમાં વપરાય છે) નું બાંધકામ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત J-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ટ્રેક સિસ્ટમમાં પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ હોય છે, જેના પર ફાસ્ટિંગ ડિવાઇસ અને રેલ લગાવવામાં આવે છે. આ સ્લેબ આરસી ટ્રેક બેડ પર છે. જેની જાડાઈ લગભગ 300 મિમી છે. અને તેને વાયડક્ટ ટોપ પર અપ અને ડાઉન ટ્રેક લાઈન્સ માટે અલગ અલગ ઇન-સીટુ (સાઇટ પર જ) ડિઝાઇન કરવામાં આવ્યા છે. આરસી ટ્રેક બેડની પહોળાઈ 2420 મીમી છે. ટ્રેક સ્લેબને કોઈપણ બાજુની અવરોધ ટાળવા માટે આરસી એન્કર મુકવામાં આવે છે. RC એન્કરના વિસ્તાર માં વ્યાપ 520 મીમી અને ઊંચાઈ 260 મીમી છે. તેને લગભગ 5 મીટરના કેન્દ્રથી કેન્દ્રમાં બનાવવામાં આવે છે.
ટ્રેક સ્લેબનુ ઉત્પાદન શરુ
સંપૂર્ણ ગુજરાતના હિસ્સામાં ટ્રેકના કામો માટેના કરારો આપવામાં આવ્યા છે. અને હાલમાં, ટ્રેકના કામો માટે સામગ્રીની ખરીદી અગ્રીમ તબક્કામાં છે. જાપાનમાંથી 14,000 મેટ્રિક ટનથી વધારે JIS રેલ, કાસ્ટિંગ ટ્રેક સ્લેબ માટે 50 મોલ્ડ મળી ચૂક્યા છે. ટ્રેક સ્લેબનું ઉત્પાદન આ માટેની ફેક્ટરીઓમાં થવાનું છે અને આવી બે ફેક્ટરીઓ શરૂ થઈ ચૂકી છે. આ ફેક્ટરીઓ HSR ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ બનાવવા માટે સૌથી વધુ વ્યવહાર દક્ષ અને અત્યાધુનિક તકનીકીઓ અને માળખાગત સુવિધાઓથી સજ્જ છે.
Casting of India’s 1st reinforced concrete track bed for #BulletTrain near Surat. pic.twitter.com/FuZXpRCOwr
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 30, 2023
સ્પેશિયલ કન્સ્ટ્રક્શન મશીનરી જેમાં રેલવે ફીડર કાર, સ્લેબ પાથરવાની કાર અને સીએએમ પાથરવાની કારનો સમાવેશ થાય છે તેનો ઉપયોગ ટ્રેક વર્ક માટે કરવામાં આવશે. ભારતીય કોન્ટ્રાક્ટરનાં કર્મચારીઓને ટ્રેક પાથરવા માટેના સંબંધિત કાર્યની કાર્યપદ્ધતિને સમજવા માટે અને તેની તાલીમ અને પ્રમાણપત્ર માટે જાપાન રેલવે ટેકનિકલ સર્વિસીસ (જેએઆરટીએસ) ની સાથે એક તાલીમ અને સર્ટિફિકેશન એજન્સી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે. આમ ટ્રેક નિર્માણ કરવા માટે ભારતીય કર્મચારીઓ તાલીમબદ્ધ થઈને કામગીરીને ઝડપથી જારી રાખશે.