AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: માતાએ પુત્રને કિડનીનુ દાન કર્યુ અને હૉસ્પિટલે વિનામૂલ્યે ઓપરેશન કર્યુ

જીસીએસ હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. વિવેક કોઠારી અને ડો. રવિ જૈન જણાવે છે કે ઓપરેશન થોડુક જટિલ અને લાંબી પ્રોસીજર માગી લે તેવુ હતુ, અમારી ડોકટરોની ટીમ તથા પેરામેડિકસ સ્ટાફ સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ સમજતો હતો અને તેમણે એકંદરે સમગ્ર પ્રક્રિયામાં પોતાની ફરજ નિભાવી હતી.

Ahmedabad: માતાએ પુત્રને કિડનીનુ દાન કર્યુ અને હૉસ્પિટલે વિનામૂલ્યે ઓપરેશન કર્યુ
Ahmedabad Kidney Operation
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 01, 2023 | 8:54 AM
Share

Ahmedabad: અમદાવાદની(Ahmedabad) જીએસસી હોસ્પિટલ  અને (GSC Hospital) ડોકટરોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં કિડનીના ગંભીર રોગથી પીડાતા યુવકને બચાવવા માતાને સમજાવી કિડનીનું દાન લઇને યુવકનું ઓપરેશન વિના મૂલ્યે કરી યુવકને જીવનદાન આપ્યું છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ અક્ષય ડાગોદરા છેલ્લા થોડાક માસથી કિડનીના ગંભીર રોગનો ભોગ બન્યા હતા. તેનાં માતા ભાનુબેન સુરેશ ડાંગોદરા અક્ષયને જીસીએસ હૉસ્પિટલમાં લઈ ગયા અને ડોકટરોને અક્ષયનો જીવ બચાવી લેવા વિનંતિ કરી.

હું મારી એક કિડની આપવા તૈયાર થઈ

અક્ષયનાં માતા ભાનુબેન ડાગોદરા જણાવ્યું હતું કે જ્યારે જીસીએસ હૉસ્પિટલ ગઈ ત્યારે મેં મારા પુત્ર અંગે તમામ આશા છોડી દીધી હતી. ત્યારે આશાનુ એક નાનુ કિરણ દેખાતુ હતુ. મને મારા પુત્રનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની જાણકારી ન હતી પણ ડોકટરોએ મને વિસ્તૃત માહિતી આપી અને હું મારી એક કિડની આપવા તૈયાર થઈ.

પુત્રને ઓપરેશન માટે પ્રોત્સાહન આપ્યુ.

જીસીએસ હૉસ્પિટલે ભાનુબેન સુરેશ ડાગોદરાને પોતાની એક કિડની પુત્રને આપી શકાય તે માટે સમજાવ્યા અને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વાત કરી. ડો. વિવક કોઠારી, ડો. રવિ જૈન, ડો. આશિષ પરીખ, ડો. સૌરીન દલાલ, ડો. હિતેષ દેસાઈ, ડો. મહેન્દ્ર મૂલાણી, ડો. ભાવેશ અને ડો.બિપીન શાહ સહિતની ડોકટરોની ટીમે દર્દી અને કિડની દાતાનાં રિપોર્ટસનુ વિશ્લેષણ કર્યુ અને માતા અને પુત્રને ઓપરેશન માટે પ્રોત્સાહન આપ્યુ.

ડિરેકટર ડો.કીર્તિ પટેલ જણાવ્યું કે “અમે જીસીએસ હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને પોસાય તેવા ખર્ચે સારવાર કરીને સમાજને સેવા આપવામાં માનીએ છીએ. જ્યારે એક માતાએ અમારો સંપર્ક કર્યો કે આગામી મધર્સ ડે પહેલાં તેની કિડની પોતાના પુત્રને આપવા માગે છે. અમે નક્કી કર્યુ કે અમે તેની આશા અમે વિના ખર્ચે સમયસર પૂરી કરીશું. આનાથી અંગદાન અંગે જાગૃતિનો અમારો હેતુ પણ સર થશે. ”

જીસીએસ હૉસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. વિવેક કોઠારી અને ડો. રવિ જૈન જણાવે છે કે ઓપરેશન થોડુક જટિલ અને લાંબી પ્રોસીજર માગી લે તેવુ હતુ, અમારી ડોકટરોની ટીમ તથા પેરામેડિકસ સ્ટાફ સમગ્ર પ્રક્રિયાનો ઉદ્દેશ સમજતો હતો અને તેમણે એકંદરે સમગ્ર પ્રક્રિયામાં પોતાની ફરજ નિભાવી હતી.

નેફ્રોલોજીસ્ટ ડો.સૌરીન દલાલ જણાવે છે કે “જીસીએસ હૉસ્પિટલમાં અમે જે દર્દીઓને મોંઘી સારવાર પોસાતી ના હોય તેમને સહાય કરવા હંમેશાં તત્પર હોઈએ છીએ. ભાનુબેને અમને ધરતી પરની તમામ માતાઓ પ્રત્યે સન્માનની પ્રેરણા આપી. અમે માતા-પુત્ર બંનેના આભારી છીએ કે તેમણે તેમનો નાતો મજબૂત કરવામાં સહાય કરી. અમે ભવિષ્યમાં તેમના સારા આરોગ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.

ભાનુબેન ડાગોદરા જણાવ્યું હતું કે “અમારી નાણાંકિય સ્થિતિ સારી નહી હોવાથી અમને મોંઘી સારવાર પોસાય તેમ ન હતી. હું જીસીએસ હૉસ્પિટલની ડોકટરો અને પેરામેડિકસની તેમજ વહિવટી ટીમનો મારા દિકરાને નવી જીંદગી આપી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">