Ahmedabad: રાજ્યમાં વ્યાજખોરો સામેની મેગા ઝૂંબેશમાં 762 લોકો સામે ગુનો નોંધાયો
નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લોકોની સુખાકારી માટે પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં ઠેર ઠેર વ્યાજખોરો સામે અભિયાન ચાલી રહ્યા છે.
રાજ્યમાં વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા સામાન્ય લોકોને મુક્તિ અપાવવા પોલીસે મેગા ઝુંબેશ હાથ ધરેલી છે. જે અંતર્ગત 5 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 939 લોક દરબાર યોજવામાં આવ્યા છે. જેના માધ્યમથી 464 FIR દાખલ કરવામાં આવી છે અને 762 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને 316 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો દાવો છે કે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
અમદાવાદમાં શહેર પોલીસ કરશે 27 દિવસ ડ્રાઇવ
વ્યાજખોરોના ત્રાસમાં પિસાતા લોકો માટે પોલીસે અનોખી ડ્રાઈવનું આયોજન કર્યું છે.વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકો માટે અમદાવાદ શહેર પોલીસે લોક દરબાર યોજ્યો છે. વ્યાજખોરીને ડામવા શહેર પોલીસે 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ યોજી છે. શહેરમાં 31 જાન્યુઆરી સુધી આ સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં શહેરના 7 ડીસીપી નોડલ ઓફિસર તરીકે કામગીરી કરી રહ્યા છે અને ભોગ બનાર ફરિયાદીએ ડીસીપીને મળી રજૂઆત કરવાની રહે છે. જે બાદ તપાસ કરી વ્યાજખોરીને અટકાવવા શહેર પોલીસ બનતા તમામ પ્રયત્ન કરશે અને બેફામ થયેલા વ્યાજખોરો સામે કડક પગલા લેવાઈ રહ્યા છે.
31 જાન્યુઆરી સુધી યોજાશે ડ્રાઇવ, જાણો મહત્વના મુદ્દા
- 5 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાશે સ્પેશિયલ ડ્રાઇવ
- શહેરના 7 DCP નોડલ ઓફિસર તરીકે કરશે કામગીરી
- ભોગ બનારે DCPને મળીને રજૂઆત કરવાની રહેશે
- વ્યાજખોરી અટકાવવા શહેર પોલીસની 27 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ
રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે વ્યાજખોરો સામે અભિયાન
નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લોકોની સુખાકારી માટે પોલીસ તંત્ર દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં રાજ્યમાં પોલીસના બે અભિયાન અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યા હતા છે. જેમાં તેમણે કહ્યું કે સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરમાંથી મુક્તિ મિશન સ્વરૂપે આગળ વધાર્યું, ઉચ્ચ પોલીસ અધિકારી લોકદરબાર યોજી લોકો સુધી પહોંચી રહયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં ઠેર ઠેર વ્યાજખોરો સામે અભિયાન ચાલી રહ્યા છે જેમાં સ્થાનિક જિલ્લા પોલીસ લોકોને આ અંગે ફરિયાદ કરવા માટે આગળ આવવા માર્ગદર્શન આપી રહ્યા છે.
વ્યાજખોરો 10 હજાર આપી રોજના રૂપિયા 500 સુધી વસુલે છે વ્યાજ
નાણાં આપવામાં વિલંબ કરતા ધિરાણકારો પર દબાણ કરે છે ,વ્યાજ આપવામાં મોડું થાય તો ગ્રાહક પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ લે છે ગ્રાહક કંટાળીને પોલીસ પાસે જાય તો પણ લાયસન્સ હોવાથી વ્યાજખોર બચી જાય છે. તેમજ વ્યાજ ચુકવી ન શકનાર ગ્રાહકોને ધિકાણકારો ધમકીઓ આપે છે અને નાણાંના બદલામાં ધિરાણદાર મિલકત પર ગેરકાયદે કબજો કરે છે, વ્યાજ ન ચુકવી શકનારાઓના પરિવારની મહિલાઓ પાસે અભદ્ર માંગણી પણ થાય છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.