Video: અમદાવાદમાં વ્યાજખોરી ડામવા શહેર પોલીસ દ્વારા શરૂ કરાઈ સ્પેશ્યિલ ડ્રાઈવ, 50 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી 19 લોકોની કરાઈ ધરપકડ
Video: અમદાવાદમાં વ્યાજખોરોને લઈને સ્પેશ્યિલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. એક સપ્તાહમાં શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ 24 ગુના નોંધવામાં આવ્યા. 50 વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી 19 ધરપકડ કરવામાં આવી છે. એક જ દિવસમાં વ્યાજખોરો વિરુદ્ધ 12 ગુના નોંધાયા છે.
ગુજરાતમાં જે રીતે વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને નિર્દોષ વ્યક્તિઓને રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેને ધ્યાનમાં રાખી ગૃહ રાજ્ય મંત્રી દ્વારા વ્યાજ ખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક દરબાર પણ યોજવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયામાં વ્યાજખોરો વિરુદ્ધમાં 24 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 19 જેટલા વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે.
ગુરુવારે (12.01.22) એક જ દિવસમાં 12 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો કે મહત્વની બાબત એ છે કે પોલીસ દ્વારા હવે કોઈપણ વ્યાજખોરો ત્રાસને નજર અંદાજ કરવામાં આવતો નથી. નારોલ પોલીસે એક મહિલા પોલીસ કર્મચારી કુસુમ જોશી સહિત ચાર મહિલાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. જેમણે 30 ટકા ના વ્યાજ દરે રૂપિયા 7 લાખ આપ્યા હતા જેની સામે 14 લાખ રૂપિયા વસૂલ્યા હતા અને ચારેયની ધરપકડ કરી છે.
આ કેસમાં મહિલા પોલીસકર્મીએ વ્યાજખોરોની મદદ કરી હોવાનું સામે આવ્યું હતું. આમ હજી પણ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે 24 ગુના નોંધી 50 જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે જેમાં 19 જેટલા આરોપી ધરપકડ કરી છે.
ગેરકાયદે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિ ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 5 મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી એટલે કે 27 દિવસ માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવ દરમિયાન કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપીને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક ડીસીપીને તેમના વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરી અરજદારોને સાંભળવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
જે અંતર્ગત ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારના અરજદારો માટે આજે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 10 જેટલા અરજદારોએ કે જેમણે અગાઉ વ્યાજખોરો વિરુદ્ધ અરજી આપેલ હતી તેઓ ની રજૂઆત ને પોલીસ એ સાંભળી હતી.
જોકે આ સિવાય પણ અન્ય કોઈપણ વ્યક્તિને જો વ્યાજ કોરો દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તો તે પોલીસનો સંપર્ક પણ કરી શકે છે તેવી સૂચનાઓ પણ આ લોક દરબારમાં આપવામાં આવી હતી.