Ahmedabad: સટ્ટામાં રૂપિયા હારી જતા પતિએ પત્ની પાસે શરૂ કરાવ્યો દેહ વ્યાપાર, પત્નીના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં નોંધાઈ ફરિયાદ

એક એવી પ્રેમકથા કે જેનું પરિણામ આખરે  બદનામી મળ્યું. મુંબઈમાં રહેતી એક યુવતીને અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો. જોકે યુવતીને ખ્યાલ પણ ન હતો કે તેના પ્રેમની ઉપયોગ કેટલી હદ સુધી ખરાબ થઈ રહ્યો છે. જ્યારે હકિકત સામે આવી ત્યારે યુવતીના પણ હોશ ઉડી ગયા.

Ahmedabad: સટ્ટામાં રૂપિયા હારી જતા પતિએ પત્ની પાસે શરૂ કરાવ્યો દેહ વ્યાપાર, પત્નીના ફોટા મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં નોંધાઈ ફરિયાદ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: May 31, 2023 | 7:44 PM

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના જ પતિ અને તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે આ ફરિયાદમાં જે મુજબ ઉલ્લેખ કરવામાં આવતો છે તેને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોકાનો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં પૈસા માટે એક પતિએ પોતાની જ પત્નીનો સોદો કરી નાખ્યો હોવાનો બનાવ બન્યો છે.  હદ તો ત્યાં થઈ ગઈ જ્યારે પતિ એ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો.

નિષ્ઠુર બનેલા પતિએ તેની 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી હતી. પત્નીના ફોટાને મોર્ફ કરી ન્યૂડ ફોટો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા. જોકે અંતે પતિ અને તેના મિત્રોના ત્રાસથી કંટાળીને પત્નીએ તેના પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી લીધી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા વિશાલ ભાવસાર નામનો યુવક જુગાર, સટ્ટા, દારૂની લતમાં લાખો રૂપિયા ઉડાડી દીધા હતા. વિશાલને મુંબઈમાં યુવતી સાથે પ્રેમ થયો જે બાદ યુવતી તેના ઘરેથી ભાગી અમદાવાદ આવી હતી. વિશાળ યુવતી સાથે બે વર્ષ લીવ ઈન માં રહ્યો અને યુવતીને ગર્ભવતી બનાવી. બાદમાં યુવતીએ જીદ કરતા તેની સાથે લગ્ન કર્યા. જોકે સટ્ટામાં આર્થિક નુકશાન જતા પતિ વિશાલે તેની દેહ વેપારમાં ધકેલવા મજબૂર કરી અને છેલ્લા બે વર્ષથી પત્નીને અનૈતિક ધંધામાં ધકેલી રાખી, જે માટે પતિ વિશાલે તેના પુરુષ મિત્રોનો ઉપયોગ પણ કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિશાલને મહિલા મિત્રોએ પણ પત્નીના દેહવ્યાપારસોદા માટે મદદ કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કયારે પડશે સાંબેલાધાર વરસાદ, કયારે થશે બારે મેધ ખાંગા, જાણો અંબાલાલની ચોમાસાની આગાહી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ વિશાલ નામનો આરોપી પહેલાથી અન્ય કોઈ મહિલા સાથે લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને વિશાલ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. બન્નેની નિકટતા વધી અને 2018થી લીવ ઇનમાં રહેવા લાગ્યા. મહત્વનું છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલ લગ્ન અંગે વાકિફ ન હતી. સટ્ટા અને જુગારના રવાડે ચડેલો પતિ પૈસા ગુમાવતો ગયો, જે બાદ પતિએ તેની પત્નીનો સોદો કરવાની શરુઆત કરી. જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી.

ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકીનો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. પહેલા પ્રેમ, બાદમાં શારીરિક સંબંધ અને પત્નીને દગો આપવાના કિસ્સામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કર્યા બાદ ફરાર અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂ કરી છે. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા. જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">