Ahmedabad : પરણિતાને લગ્નની લાલચ આપી યુવકે ગુજાર્યું દુષ્કર્મ, મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાઈ
ગોમતીપુર પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ ને આધારે પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે પ્રેમી સાથે રહેવા માટે મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને બાદમાં પ્રેમીએ લગ્નની ના પાડી દીધી હતી
અમદાવાદના (Ahmedabad) ગોમતીપુર(Gomtipur)વિસ્તારમાં પરણિતાને લગ્નની લાલચઆપી છૂટાછેડા કરાવ્યા બાદ પ્રેમીને લગ્નની મનાઈ કરી દેતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવી છે. છેલ્લા થોડા વર્ષોથી યુવક અને મહિલા એકબીજાના પ્રેમમાં હતાં પણ કઈક અલગ અંજામ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકમાં યુવતી દ્વારા તેના પર દુષ્કર્મ(Rape) થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો જણાવી હતી. યુવતીની ફરિયાદ મુજબ આરોપી મુકેશ ભરવાડ અને ફરિયાદી યુવતી બંને પરણિત છે. થોડા વર્ષો પહેલા બંનેની આંખો મળી હતી અને પ્રેમ થયો હતો. ત્યાર બાદ બંને અલગ અલગ જગ્યાએ પર મળતા હતા.
મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી
આ બંને પરણિત એકબીજાના પ્રેમમાં એટલે ગળાડૂબ હતા કે પ્રેમીને પામવા મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા. જોકે યુવતીના છૂટાછેડા બાદ તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડી દેતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ આરોપી મકેશ ભરવાડે સામે તેની પ્રેમિકાએ ફરિયાદ નોંધાવી છે કે મુકેશે તેને લગ્નની લાલચ આપી હતી અને વર્ષોથી અલગ અલગ જગ્યાએ પર તેણીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. મુકેશ ભરવાડ અને યુવતી વર્ષ 2014 થી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાર થી આજ સુધી બંને વચ્ચે પ્રેમસંબંધ હતો. જોકે પરણિતાએ પતિને છોડ્યા બાદ મુકેશે પણ તેણીને અપનાવવાનો ઇનકાર કર્યો હતો.
પ્રેમીએ લગ્નની ના પાડી દીધી હતી
હાલ તો ગોમતીપુર પોલીસ મથકમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ ને આધારે પોલીસે મુકેશ ભરવાડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે દસક્રોઈ વિસ્તારમાં યુવક અને યુવતીની આંખો મળી હતી અને ત્યારથી જ બંને એક બીજાના સંપર્કમાં હતા. જોકે પ્રેમી સાથે રહેવા માટે મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને બાદમાં પ્રેમીએ લગ્નની ના પાડી દીધી હતી આ સમગ્ર કિસ્સો અન્ય પ્રેમી માટે પણ લાલબત્તી સમાન કિસ્સો છે કે જેવો આંધળો વિશ્વાસ કરી પોતાના પરિવારને છોડી દેતા હોય છે.
આ પણ વાંચો : Surat : ચાંપતા બંદોબસ્ત સાથે કુખ્યાત સજ્જુને કોર્ટ સમક્ષ રજુ કરાયો, 12 દિવસના રિમાન્ડની મંજૂર
આ પણ વાંચો : Bhavnagar: જર્જરિત શાળામાં ભણે છે ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત? જાણો શું વિસાવદરની આ શાળાની સ્થિતિ