Surat : ચાંપતા બંદોબસ્ત સાથે કુખ્યાત સજ્જુને કોર્ટ સમક્ષ રજુ કરાયો, 12 દિવસના રિમાન્ડની મંજૂર
સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો.
સુૂરતમં (Surat) છેલ્લા બે મહિનાથી પોલીસ (Police) ને પરસેવો પડાવી રહેલો કુખ્યાત સજ્જુ કોઠારી અંતે ઝડપાઈ જતાં આજે તેને ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રિમાન્ડ (remand) અર્થે રજુ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સજ્જુ કોઠારીના ગુન્હાખોરીના ભુતકાળને ધ્યાને રાખીને 20 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેની સામે કોર્ટે (court) 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
સુરતમાં બે મહિના પહેલાં લાજપોર જેલ બહાર રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી જનાર નાનપુરાના માથાભારે અને વોન્ટેડ સજ્જુ કોઠારીને શુક્રવારે ક્રાઇમબ્રાંચે તેના ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાંથી ઝડપી પાડ્યો હતો. આની સાથે ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ પક્ડયો હતો.
ટપોરીએ પોલીસથી બચવા માટે રૂમમાં શોકેસની આડમાં અંદરના ભાગે ગુપ્ત રૂમ બનાવ્યો હતો.પોલીસે કડિયા પાસે બારી અને દરવાજો ખોલાવી અંદર છુપાયેલા સજ્જુને પકડી પાડ્યો હતો. સજ્જુ કોઠારીના ઘરમાં જ બીજા રૂમમાં બહારથી તાળુ મારીને રહેતા ગુજસીટોકના આરોપી સમીર શેખને પણ ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાંદેર અને અઠવા પોલીસે ખંડણીના ગુનામાં સજ્જુ કોઠારીની ધરપકડ કરી હતી. ૨૮મી જાન્યુઆરીએ જામીન પર છુટતા પોલીસે અટકાયતી પગલા માટે સજ્જુને જેલની બહારથી પકડતા તેનો ભાઇ અને સાગરિતો પોલીસ સાથે માથાકૂટ કરી ભગાવી ગયા હતા.
સજ્જુ કોઠારીની બેનામી મિલ્કતો ટાંચમાં લેવામાં આવશે
સુરતમાં ગુન્હાખોરી અને ખંડણી થકી કરોડો રૂપિયામાં આળોટતાં સજ્જુ કોઠારીના આગામી દિવસો ખુબ જ કપરા સાબિત થઈ શકે છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા હવે માત્ર સજ્જુ કોઠારીના ગુન્હાખોરીની જ નહીં પરંતુ ગુન્હાખોરી થકી ઉભી કરવામાં આવેલી કરોડો રૂપિયાની સમ્પત્તિની પણ તપાસ કરવામાં આવશે. આ દરમ્યાન લોકો પાસેથી પચાવી પાડેલી કે પછી બેનામી સંપત્તિને પણ ટાંચમાં લેવાની તજવીજ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, ગુજરાતમાં હાલ હીટવેવની સંભાવના નહીં