AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: જમાલપુરમાં તકરારની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી

અમદાવાદમાં મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી છે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીની ધરપકડ કરી છે. આ મૃતકને એક યુવક સાથે થયેલા ઝઘડામાં તેને મોત મળ્યું છે. 

Ahmedabad: જમાલપુરમાં તકરારની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી
Ahmedabad Jamalpur Murder
Mihir Soni
| Edited By: | Updated on: Feb 11, 2023 | 4:15 PM
Share

અમદાવાદમાં મિત્રના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી છે. જેમાં ગાયકવાડ હવેલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી પાંચેય આરોપીની ધરપકડ કરી છે. આ મૃતકને એક યુવક સાથે થયેલા ઝઘડામાં તેને મોત મળ્યું છે. આ પાંચેય આરોપીઓ ભેગા મળી એક બેકાર યુવકની હત્યા કરી દીધી છે. આ ઘટનાની વિગત વાત કર્યે તો ગુરુવારના સાંજના સમયે જગન્નાથ મંદિર નજીક એક અજાણ્યા યુવકની હત્યા કરેલી લાશ મળી હતી.જેમાં યુવક પાસેથી મળી આવેલા મોબાઈલથી આ યુવક મહેસાણાના મલાપુરાનો ભરત પરમાર હોવાનું સામે આવ્યું હતું.

કમલેશ વાઘેલાએ મૃતક ભરતને છરી મારી હતી

જેની  બાદ ગાયકવાડ હવેલી પોલીસે હત્યાને લઈ તપાસ કરતા સીસીટીવીના આધારે કમલેશ ઉર્ફે ભુરિયો વાઘેલા, પ્રતિમ પ્રજાપતિ,રતિલાલ ઉર્ફે ખોડો વાઘેલા, સત્યન સોલંકી અને બંસી ચૌહાણની ધરપકડ કરી..જેમની પૂછપરછ માં મુખ્ય આરોપી કમલેશ વાઘેલાએ મૃતક ભરતને છરી મારી હતી અન્ય આરોપી ઝપાઝપી કરી મદદગારી કરવામાં ધરપકડ કરી છે.

મૃતક ભરતે ઐયુબખાનને ધક્કો મારતા નીચે પડી ગયો હતો

આ હત્યા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસને પહેલા પ્રતિમ પ્રજાપતિ નામના આરોપીની જમાલપુરથી ધરપકડ કરી અને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક ભરત અને ઐયુબ પઠાણ નામનો એક યુવક વચ્ચે ગુરુવારના બપોરે બોલાચાલી અને ઝઘડો થયો.જેમાં મૃતક ભરતે ઐયુબખાનને ધક્કો મારતા નીચે પડી જતાં તેને હાથમાં ઇજા થઇ અને હોસ્પિટલમાં દાખલ થયો હતો.જે ઐયુબખાનએ આ વાતની જાણ તેના મિત્ર કમલેશ વાઘેલાને કરી હતી.

મૃતક ભરત છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘરે નહોતો આવતો

જેથી આરોપી કમલેશએ તેના અન્ય ચાર મિત્રોને લઈ ભરત પરમાર શોધીને તેની રોડ પર હત્યા કરી ફરાર થઈ ગયા હતા.જે મિત્રના ઝઘડાની અદાવત રાખી કમલેશ વાઘેલા સહિત પાંચ આરોપીએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.. નોંધનીય છે કે મૃતક ભરત છેલ્લા ચાર પાંચ વર્ષથી ઘરે નહોતો આવતો અને કામ ધંધા અર્થે અમદાવાદ આવ્યો હતો અને અમદાવાદ માં છૂટક મજૂરી કરતો હતો.

મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ભુરિયો વાઘેલા બુટલેગર

હત્યામાં વપરાયેલ છરી પોલીસે કબ્જે લીધી છે અને પાંચેય આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..ત્યારે પકડાયેલ પાંચ આરોપી છૂટક મજૂરી કરે છે પરંતુ મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ભુરિયો વાઘેલા બુટલેગર છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.જેના વિરુદ્ધમાં 22 પ્રોહીબિશન અને 8 ગંભીર ગુના સહિત 8 વખત તેની પાસા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar : અમુલ ડેરીની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ, ત્રણ સહકારી આગેવાનોએ કર્યા ‘કેસરિયા’

g clip-path="url(#clip0_868_265)">