CAની પરીક્ષાને લઈને મોટા સમાચાર, સરકાર તરફથી નવા કોર્ષને મંજૂરી ન મળતા લેવાયો આ નિર્ણય
નવા અભ્યાસક્રમમાં સૂચવેલા સુધારા અંગે સરકારે સ્પષ્ટીકરણ માગ્યાં હોવાથી આ વિલંબ થયો છે. હવે સીએના અભ્યક્રમને લઈને સ્પષ્ટતા થતા વિદ્યાર્થીઓને તે મુજબ તૈયારી કરવાની રહશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ નવા કોર્ષ માટે સરકાર પાસે માગેલી મંજૂરીની પ્રક્રિયા લંબાવાથી સીએના નવા અભ્યાસક્રમનેના નિર્ણયને મંજૂરી મળી નથી. જેના જેના પગલે હવે જૂના કોર્સ મુજબ નવેમ્બરથી પરીક્ષા લેવાશે. નવા અભ્યાસક્રમમાં સૂચવેલા સુધારા અંગે સરકારે સ્પષ્ટીકરણ માગ્યા હોવાથી આ વિલંબ થયો છે. હવે CAના અભ્યક્રમને લઈને સ્પષ્ટતા થતા વિદ્યાર્થીઓને તે મુજબ તૈયારી કરવાની રહશે .
જૂના અભ્યાસક્રમ મુજબ લેવાશે CAની પરીક્ષા
મળતી માહિતી મુજબ CAનો નવો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જે બાદ તેની મંજૂરી માટે આ ફાઈલને ભારત સરકારમાં મોકલવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે, તે સંદર્ભે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યા હતુ. જેથી હજુ મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થઈ રહી હોવાના કારણે હવે જૂના અભ્યાસક્રમ મુજબ જ પરિક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નેશનલ પ્રેસિડેન્ટ CAએ આપી માહિતી
આ મામલે અમદાવાદ આવેલા પ્રેસિડેન્ટ સીએ દેબાશિસ મિત્રાએ નવા અભ્યાસક્રમના અમલને લઈને જણાવ્યું હતુ કે નવી અભ્યાસક્રમ તૈયાર કરાયા બાદ તેની મંજુરી માટે ફાઈલ ભારત સરકારમાં મોકલી આપેલી છે. કમિટી દ્વારા અભ્યાસક્રમમાં જે નવા ફેરફાર કરવામાં આવ્યા છે તેમજ આ અંગે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માગવામાં આવ્યા છે. જેથી મંજુરીમાં વિલંબ થાય હોવાથી હવે નવેમ્બર 2023માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવાશે. આમ હવે છાત્રો પણ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. નવા અભ્યાસક્રમમાં ફેરફાર થાય એ પહેલાં છાત્રો માટે છેલ્લો ચાન્સ છે.
સરકાર તરફથી નથી મળી રહી નવા અભ્યાસક્રમને મંજૂરી
ICAIના નેશનલ પ્રસિડેન્ટ CA દેબાશિસ મિત્રાએ જણાવ્યું કે નવી શિક્ષણ નીતિ સંદર્ભે CAનો નવો ઘડવામાં આવેલો અભ્યાસક્રમ આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી પરીક્ષા માટે અમલમાં મૂકવાનો હતો. પરંતુ હજુ સુધી સરકાર તરફથી મંજૂરી મળી નથી. જેના કારણે આગામી નવેમ્બર 2023માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવામાં આવશે.
NEET PGની પરીક્ષા 5 માર્ચે યોજાશે
મનસુખ માંડવિયાએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને જણાવ્યું કે સરકારે તાજેતરમાં ઈન્ટર્નશિપ કટ-ઓફ ડેટ વધારીને 11 ઓગસ્ટ, 2023 કરી છે, જેથી દેશભરમાં કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માટે અયોગ્ય ન બને. બીજું, વિદ્યાર્થીઓને લગભગ પાંચ મહિના પહેલા જાણ કરવામાં આવી હતી કે NEET PG 2023 ની પરીક્ષા 5 માર્ચે લેવામાં આવશે.