AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ: ફટાકડા ફેક્ટરીમાં જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસ પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ- જુઓ Video

અમદાવાદના રામોલ વિસ્તારમા આવેલી વસ્ત્રાલ ગામની ફટાકડા ફેક્ટરીમાં જીવલેણ બ્લાસ્ટ માં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. હાલ પોલીસ આ કેસમાં આરોપીના રિમાન્ડ મેળવી સઘન તપાસ હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછમાં બ્લાસ્ટ મામલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Breaking News: અમદાવાદ: ફટાકડા ફેક્ટરીમાં જીવલેણ બ્લાસ્ટ કેસમાં પોલીસ પૂછપરછમાં થયો મોટો ઘટસ્ફોટ- જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2026 | 7:41 PM
Share

અમદાવાદમાં વસ્ત્રાલ ગામની ફટાકડા ફેક્ટરીમાં શનિવારે બપોરના સુમારે ભયાનક બ્લાસ્ટ થયો હતો. જેમા 7 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. મૃતકોમાં 3 બાળકો, 4 મહિલા અને 3 પુરુષોના મોત થયા છે. કૂલ 10 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ફેક્ટરીમાં કૂલ 12 લોકો કામ કરતા હોવાનો પૂછપરછમાં ખૂલાસો થયો છે. જો કે મહેમુદપુરા ખાતે ગેરકાયદે ધમધમતી આ ફેક્ટરીમાં કૂલ 12 લોકો કામ કરતા હોવાનો ખૂલાસો થયો છે.

પોલીસે ફેક્ટરી માલિક મેહુલ ડોડિયા અને સાદિક સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતુ. પોલીસે પુરાવા એકત્ર કરવા આરોપીને સાથે રાખી પંચનામુ કર્ય. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વિસ્ફોટક પદાર્થ ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમીનના માલિકની ભૂમિકા અંગે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

બ્લાસ્ટ મામલે સૌથી મોટા સમાચાર

ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ અંગે આરોપીઓની પૂછપરછમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. બાળકોએ રમત રમતમાં બે કેમિકલ ભેગા કરતા બ્લાસ્ટ થયો હોવાની વિગતો આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. સાદિક અને રમીલા જમીનનું ભાડુ ભરતા હોવાની વિગતો પણ સૂત્રો દ્વારા મળી રહી છે. ફેક્ટરીમાં કૂલ 12 શ્રમીકો કામ કરતા હતા અને બ્લાસ્ટ સમયે રમીલા અને મેહુલ ફેક્ટરીની બહાર હાજર હોવાનું પણ સામે આવ્યુ છે.

આપને જણાવી દઈએ કે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટમાં શેડ બનાવી ફેક્ટરી ઉભી કરી દેવાઈ હતી. આ જ ફેક્ટરીમાં શનિવારે બપોરે ભયાનક બ્લાસ્ટ થયો અને તેમા 3 નાના ભૂલકા સહિત 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. અન્ય 3 લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ફેક્ટરીનો માલિક મેહુલ ડોડિયા વધુ કમાણી કરવાની લ્હાયમાં નિયમોનો ઉલાળિયો કરી શ્રમિકોના જીવ જોખમમાં મુક્યા.

પોલીસ તપાસમાં ક્યા મહત્વના પાંસાઓને ધ્યાને લેશે?

જે મહત્વના મુદ્દા પર પોલીસ રિમાન્ડ દરમ્યાન તપાસ કરવાની છે તેમા

  • આરોપીઓને લાયસન્સ વગર ફટાકડા ફેક્ટરી શરૂ કરવામાં કોણે આર્થિક મદદ કરી ?
  • આરોપીઓની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં ?
  • આવી ફટાકડા ફેક્ટરી બીજી જગ્યાએ છે કે નહીં ?
  • સ્ફોટક પદાર્થ ક્યાંથી લાવતા હતા ?
  • અન્ય સ્થળે સ્ફોટક પદાર્થ સંતાડેલો છે કે નહીં ?

આરોપીઓએ જે રીતે ગુનાહિત કૃત્ય કરી ગરીબ શ્રમિકોના જીવ લીધા તે મુદ્દે પોલીસ આરોપીઓની પૂછપરછ કરી તેમના મળતિયાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

Input Credit- Harin Matravadia- Ahmedabad

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

Follow Us
Trending Video: એક બાઈક પર ચાર પોલીસકર્મી, Video Viral થતા કપાયુ ચાલાન
Trending Video: એક બાઈક પર ચાર પોલીસકર્મી, Video Viral થતા કપાયુ ચાલાન
રાહુલ ગાંધીના 'સિક્રેટ ફેમિલી' નો Viral Video?
રાહુલ ગાંધીના 'સિક્રેટ ફેમિલી' નો Viral Video?
લેટલતીફ સરકારી કર્મીઓની 'ખુલી પોલ', પ્રમુખે લીધો 'જબરદસ્ત ક્લાસ'
લેટલતીફ સરકારી કર્મીઓની 'ખુલી પોલ', પ્રમુખે લીધો 'જબરદસ્ત ક્લાસ'
પ્રી-મોન્સૂન પ્લાન ફેલ? 'તંત્રની કામગીરી' પર ઉઠ્યા ગંભીર સવાલો
પ્રી-મોન્સૂન પ્લાન ફેલ? 'તંત્રની કામગીરી' પર ઉઠ્યા ગંભીર સવાલો
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
વડોદરાના ગામડામાં મગરની એન્ટ્રી
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
સોશિયલ મીડિયા પર વાયરલ થવા માસૂમના જીવને મૂક્યો જોખમમાં ! Video
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
નવસારીમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
કામ પૂરું કરાવવા મેનેજરે કર્મચારીઓને ઓફિસમાં પૂર્યા ! Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
g clip-path="url(#clip0_868_265)">