અમદાવાદ : AMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો બાખડયા, સભા બરખાસ્ત કરાઇ

ભાજપ (bjp) અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે મારામારી અને ઝપાઝપી થતા બોર્ડની બેઠક મુલતવી રખાઈ હતી. વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકાતા નથી છતાં પણ શાસક પક્ષના નેતાએ વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

અમદાવાદ : AMCની સામાન્ય સભામાં ભાજપ-કોંગ્રેસના કાઉન્સિલરો બાખડયા, સભા બરખાસ્ત કરાઇ
Ahmedabad: Fight between BJP-Congress councilors at AMC general meeting,
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Apr 25, 2022 | 7:05 PM

અમદાવાદ : એએમસીની (AMC) સામાન્ય સભામાં ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હતી. વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે ભાજપના કાઉન્સિલરોએ વિરોધ કરતા મામલો ગરમાયો હતો. ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી જતા છુટ્ટા હાથની મારામારી અને ધક્કા મુક્કી થઈ હતી. હોબાળો થતા બોર્ડની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.

એએમસીની સામાન્ય સભાની બેઠકમાં ભારે હોબાળો થયો હતો. ગત બોર્ડની બેઠકમાં વિપક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે શાસક પક્ષના નેતાએ વિપક્ષ પાયાવિહોણાં આક્ષેપ કરી સભાને ગેરમાર્ગે દોરે છે. સભાગૃહને ગેરમાર્ગે દોરવા બદલ શાસક પક્ષના નેતાએ વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરતા હોબાળો થયો હતો. વિપક્ષ ખોટા આક્ષેપ કરતા હોવાની માંગ સાથે ભાજપના કાઉન્સિલરો વેલમાં ધસી આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો સામસામે આવી જતા ધક્કા મુક્કી અને ઝપાઝપી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ થઈ હતી.

ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે મારામારી અને ઝપાઝપી થતા બોર્ડની બેઠક મુલતવી રખાઈ હતી. વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકાતા નથી છતાં પણ શાસક પક્ષના નેતાએ વિપક્ષના નેતાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. અને મેયરે પણ આ બાબતે શાસક પક્ષના નેતા કે કાઉન્સિલરોને રોકવાનો પ્રયાસ ના કરતા હોબાળો થયો હતો. વિપક્ષનો આક્ષેપ છે કે બોર્ડની બેઠકમાં પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચાના અને ભાજપના ભ્રષ્ટાચારની પોલ ના ખુલે તે માટે શાસક પક્ષ દ્વારા બોર્ડમાં હોબાળો કરવાનું પૂર્વ આયોજિત કાવતરું કરવામાં આવ્યું હતું. પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય તે પહેલાં જ બોર્ડ મુલતવી રખાયું હતું. મેયરે વિપક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વિપક્ષ દર વખતે ખોટા આક્ષેપો કરી બોર્ડને ડહોળવાનો પ્રયાસ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સામાન્ય સભાની બેઠક પહેલા શહેરમાં વકરેલા રોગચાળાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો હતો. પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળ્યો છે. ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો થયો છે. અનેક વિસ્તારોમાં પીવાનું પાણી દૂષિત આવે છે. ત્યારે રોગચાળો અને પાણીનો મુદ્દો પણ વિપક્ષ દ્વારા બોર્ડમાં ઉઠાવવાના હતા. પરંતુ પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય તે પહેલાં જ ભાજપના કાઉન્સિલરોએ હોબાળો કર્યો હતો. અને મારામારી અને ઝપાઝપી થતા બોર્ડની બેઠક સ્થગિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો :

Anand : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પેટલાદ ખાતે કૃષક ભારતી કો-ઓપરેટીવ લિ., ન્યુ દિલ્હી દ્વારા સહકારી પરિષદ યોજાઈ

IPL 2022: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીનો જૂનો વિડિયો થયો વાયરલ, પોતે કહી રહ્યો છે કે કેવી રીતે કરશે વાપસી

g clip-path="url(#clip0_868_265)">