Ahmedabad: વિદેશથી આવેલા ડ્રગ્સ કેસમાં રશિયન પેડલરની મનાલીથી ધરપકડ, ત્રણ વર્ષથી ગેરકાયદે વસવાટ કરતો હોવાનુ ખૂલ્યુ
Ahmedabad: વિદેશથી મગાવવામાં આવેલા 20 પેકેટ ડ્રગ કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા એક રશિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. વિદેશથી આવેલા પાર્સલ પૈકી એક પાર્સલ રશિયન નાગરિકનું હોવાનું સામે આવ્યુ છે. આ રશિયન નાગરિક છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ડિયામાં ગેરકાયદે વસવાટ કરતો હોવાનું તપાસમા ખૂલ્યુ છે. ડ્રગ્સની ડિલિવરી માટે દેશભરના ઍરપોર્ટનો ઉપયોગ કરી ચુક્યો હોવાનુ પણ તપાસમાં સામે આવ્યુ છે.
Ahmedabad: વિદેશથી મગાવવામાં આવેલા ડ્રગ્સના પાર્સલ કેસમાં સાયબર ક્રાઈમે એક રશિયન નાગરિકની ધરપકડ કરી છે. ફોરેન પોસ્ટ દ્વારા વિદેશથી રમકડાઓ અને પુસ્તકોની આડમાં 20 ડ્રગ્સના પાર્સલ આવ્યા હતા. જે પૈકી એક પાર્સલ રશિયન નાગરિકનું હોવાનો ખૂલાસો થયો છે. આ રશિયન નાગરિક છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યો હતો. સાયબર ક્રાઈમે રશિયન ડ્રગ પેડલર કોલ્સ નિકોવ વસિલીની મનાલીથી ધરપકડ કરી છે. જે દેશભરમાં ડ્રગ્સની ડિલિવરી કરતો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.
છેલ્લા ત્રણ વર્ષથી ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કરતો હતો રશિયન ડ્રગ પેડલર
સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે આરોપીના જુલાઈ 2020માં ટુરિસ્ટ વિઝા પૂરા થઈ ગયા હતા. તેમ છતાં 3 વર્ષથી ગેરકાયદેસર રહીને ડ્રગ્સનો કારોબાર કરતો હતો. આરોપી ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ મારફતે ડ્રગ્સ મંગાવીને ગોવા મોકલતો હતો. આરોપીને એક પાર્સલ ઉપર હેરાફેરી કરવાના 100 ડોલર રૂપિયા મળતા હતા. સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની એક ગેંગ સક્રિય છે જે ગોવામાં રહી ને ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. જેમાં અન્ય વિદેશી નાગરિક પણ સામેલ છે. આરોપી વિદેશથી દેશમાં અલગ અલગ ઍરપોર્ટ ઉપર પાર્સલમાં ડ્રગ્સ મગાવે છે. જેમાં અમદાવાદ,જયપુર,મુંબઈ,કલકત્તા,દિલ્હી અને હિમાચલમાં ડ્રગ્સ મંગાવીને ઇન્ડિયા પોસ્ટ દ્વારા ગોવા મોકલતો હતો.
આરોપી પાસેથી 2 પાસપોર્ટ, 6 નક્લી વિઝા લેટર અને નક્લી આધાર કાર્ડ મળ્યા
જે જગ્યા ડ્રગ્સ આવવાનું હોય ત્યાં પહેલાથી હોટેલમાં રોકાઈને પાર્સલ લઈ લેતો હતો. આરોપી પાસેથી 6 નકલી વિઝા લેટર, 2 પાસપોર્ટ, નકલી આધાર કાર્ડ સહિત અન્ય વસ્તુઓ મળી આવી છે. જેને લઈ સાયબર ક્રાઇમમાં બનાવટી દસ્તાવેજ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આરોપી પાસે બે પાસપોર્ટ મળ્યો છે. જે પાસપોર્ટ અસલી છે કે નકલી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આરોપીને એક પાર્સલ ઉપર હેરાફેરી કરવાના 100 ડોલર રૂપિયા મળતા
આરોપી રશિયન નાગરિક 15 દિવસમાં 5 રાજ્યોમાં ફરીને ડ્રગ્સના પાર્સલ લઈ ડિલિવરી લઈ ગોવા મોકલ્યા હતા. જોકે આરોપી સુરતમાં 22 જુલાઈના રોજ રોકાયો હતો. ત્યાં અગાઉ બે ડ્રગ્સના પાર્સલ લઈને જયપુર ગયો હતો. જ્યાં પણ એક દિવસ રોકાઈને એક પાર્સલ લઈ ગોવા ડિલિવરી આપી. જે બાદ આરોપી મુંબઈ, કલકત્તા, દિલ્હી અને મનાલી બાય રોડ ગયો હતો. પકડાયેલ રશિયન આરોપી વિરુદ્ધ મુંબઈમાં પ્રતિબંધ સ્થળે ફોટોગ્રાફી કરવા માટેના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: શાહીબાગ પોસ્ટ ઓફિસથી ઝડપેયાલા ડ્રગ્સમાં રશિયન નાગરિકની સંડોવણી બહાર આવી
વિદેશથી ફોરેન પોસ્ટમાં આવેલા 20 પાર્સલ પૈકી એક પાર્સલ રશિયન ડ્રગ પેડલરનું હોવાનુ ખૂલ્યુ
પકડાયેલા 20 પાર્સલ પૈકી એક હાઈબ્રીડ ગાંજાનું પાર્સલ રશિયન નાગરિક કોલ્સ નિકોવ વસીલીનું હતુ. જે મોટાભાગના પાર્સલ રશિયન નાગરિક પોસ્ટ ઓફિસમાંથી મેળવી લઈ ગોવા મોકલતો હતો. મહત્વનું છે કે હાલ તો એકજ પાર્સલની તપાસ થઈ છે ત્યારે અન્ય 19 પાર્સલ બાકી છે જેમાં અન્ય આરોપીઓ સામે આવશે. ત્યારે ગોવામાં બેસીને વિદેશી નાગરિક દ્વારા આ ડ્રગ્સનો કારોબાર ચલાવી રહ્યા અન્ય વિદેશી નાગરિકોને પકડવા પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ શાહીબાગ પોસ્ટ ઓફિસમાંથી 20 પાર્સલમાં કોકેઇન અને વિદેશી હાઇડબ્રિડ ગાંજો મળી કુલ 50 લાખ કિંમત કબ્જે કર્યા હતા.જે પાર્સલ અમેરિકા, કેનેડા અને થાઈલેન્ડ મોકલવામાં આવ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો