અમદાવાદના શાહિબાગ પોસ્ટ ઓફિસથી પકડાયેલા વિદેશી <a href="https://tv9gujarati.com/international-news/new-york-news-us-bans-pharmaceutical-companies-responsible-for-smuggling-drugs-supplied-from-china-867180.html" target="_blank" rel="bookmark noopener noreferrer">ડ્રગ્સ</a> કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. નવરાત્રી અને દિવાળી સમયે વિદેશી ડ્રગ્સની ડિમાન્ડ વધુ હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમની તપાસમાં આ તમામ મહત્વની વિગતો બહાર આવી છે. અમદાવાદના ત્રણ, સુરતના અને વડોદરાના એક-એક સહિત 5 ડ્રગ્સ માફિયાની ઓળખ પણ કરવામાં આવી છે. વિદેશી ડ્રગ્સની ડિલિવરી કરનાર રશિયન નાગરિકની ઓળખ કરવામાં આવી છે. રશિયન નાગરિક પકડાયા બાદ ડ્રગ્સ કેસમાં હજી પણ મોટા ખુલાસા થઈ શકે છે.