Ahmedabad: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીમાં મોટો ઘટસ્ફોટ- પુસ્તકો અને રમકડા મારફતે વિદેશથી ભારતમાં મોકલવામાં આવે છે ડ્રગ્સ

Ahmedabad: તાજેતરમાં અમદાવાદ સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમા મોટો ઘટસ્ફોટ થયો છે કે દુનિયાના અલગ અલગ દેશોમાંથી ભારત અને તેમાં પણ અમદાવાદ ખાતે પોસ્ટ ઓફિસમાં પુસ્તકો અને રમકડા મારફતે ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

Ahmedabad: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીમાં મોટો ઘટસ્ફોટ- પુસ્તકો અને રમકડા મારફતે વિદેશથી ભારતમાં મોકલવામાં આવે છે ડ્રગ્સ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Sep 30, 2023 | 8:19 PM

Ahmedabad:  સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો જ ફાયદાકારક છે તેટલો જ તેનો ઉપયોગ નુકસાનકારક પણ છે. કેમકે સૌથી વધુ યુવાધનને નુકસાન કરતો માદક પદાર્થ એટલે કે ડ્રગ્સ અને હવે યુવાઓ આ ડ્રગ્સ પણ ઓનલાઈન અને વિદેશથી મંગાવતા થઈ ગયા હોવાના કિસ્સા વધી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ સાઈબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનું રેકેટ પકડાયુ છે.

રમકડા અને પુસ્તકો મારફતે મોકલવામાં આવતુ હતુ ડ્રગ્સ

અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે અલગ અલગ પાર્સલો આવેલા હતા. જેમાં ડ્રગ્સ હોવાની માહિતીને આધારે પોલીસ દ્વારા ખાસ તેની ચકાસણી કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં આવેલા આ જથ્થામાં મુખ્યત્વે પુસ્તકો અને રમકડા હતા. આ પુસ્તકો અને રમકડામાં ડ્રગ્સ હોવાનું માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. અને છેલ્લા એક મહિનાની અંદર અલગ અલગ દેશમાંથી 20 જેટલા કુરિયરો આવેલા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી ગાંજો અને કોકેઇન જેવા નશીલા પદાર્થ મળી આવ્યા હતા. પોલીસે કુરિયર મારફતે આવેલા કોકેન કે જે 2.31 ગ્રામ જેની કિંમત ₹2,31,000 માનવામાં આવે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો કે જે પાંચ કિલોથી વધુ અને જેની કિંમત 46 લાખથી વધુ માનવામાં આવે છે. કુલ મળી 48 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.

શું હતી મોડસ ઓપરેન્ડી ?

ભારતમાં યુવાધનને બરબાદ કરવા માટે અલગ અલગ દેશોના માફીયાઓ પાર્સલ મારફતે હવે ડ્રગ્સનો જથ્થો ભારતમાં પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને આ અલગ-અલગ નશીલા પદાર્થો રમકડા અને ચોપડીમાં મોકલે છે. જોકે સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ માટેની જાહેરાતો આપવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ આ ડ્રગ્સ માફિયાનો સંપર્ક કરતા ત્યારે તેમની પાસેથી ક્રિપ્ટો કરન્સીમાં ડ્રગ્સની કિંમત લેવામાં આવતી હતી અને ત્યારબાદ જ તેને ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિદેશથી આવતા ડ્રગ્સના પાર્સલ પર ખોટા એડ્રેસ અને નંબર લખવામાં આવતા

વિદેશથી આવેલા કુરિયર ઉપરના સરનામા અને મોબાઈલ નંબર પણ ખોટા લખવામાં આવે છે. જ્યારે પણ કુરિયર ડિલિવર કરવાનું હોય છે ત્યારે તેમાં ડિલિવરી બોયના નંબર ડિસપ્લે થતા હોય છે. ડ્રગ્સ ખરીદનારા લોકો આ ડિલિવરી બોયનો સામેથી સંપર્ક કરી કુરિયર મેળવી લેતા હોય છે. હાલ તો સાયબર ક્રાઈમ દ્વારા જે પણ પાર્સલ આવેલા છે તેના ઉપર જે પણ એડ્રેસ અને ફોન નંબર આપેલા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પરંતુ આ તમામ એડ્રેસ અને ફોન નંબર ખોટા હોવાનું સામે આવ્યું છે. આમ છતાં પણ પોલીસ દ્વારા અમુક લોકોને આઇડેન્ટીફાય કરવામાં આવી રહ્યા છે.

કયા કયા દેશોમાંથી આવ્યું ડ્રગ્સ ?

વિદેશી ડ્રગ્સ પોસ્ટ મારફતે કેનેડા, યુએસએ અને ફૂકેટથી પાર્સલ મારફતે આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કુરિયર ઉપર અલગ અલગ એડ્રેસ આપવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ, સુરત અને બરોડા, નવસારી સહિતના ગામોve એડ્રેસ હતા. જે પ્રાથમિક તપાસમાં ખોટા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Gandhinagar: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે માર્ગ મોકળો, સ્થાનિક સત્તા મંડળ કાયદા સુધારા વિધેયકને રાજ્યપાલે આપી મંજુરી, જુઓ Video

કઈ રીતે પુસ્તકો અને રમકડામાં છુપાવતા હતા ડ્રગ્સ ?

  1. વિદેશથી ડ્રગ્સ મોકલનારાઓ અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી દ્વારા ભારતમાં ડ્રગ્સ મોકલી રહ્યા છે. વિદેશી ડ્રગ્સ માફિયાઓની ચોંકાવી દે તેવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે.
  2.  ચોપડીના પેજ પર કોકેઇન ડીપ કરી દઈ અને કોકેઇન કાગળ વાળી ફાઇલ પાર્સલ કરતા હતા. પાર્સલ મળી ગયા બાદ આશરે 50 પેજની ફાઇલના કાગળને પાણીમાં ઉકાળી દેતા જ ફરીથી કોકેઇન બની જતું હતું. સાયબર ક્રાઇમની તપાસમાં અગાઉ બે થી ત્રણ વખત વિદેશી ડ્રગ્સનો જથ્થો આવી ચુક્યો હોવાનું પણ સામે આવ્યું છે.
  3.  સૌ પહેલા કોકેઇનનું લિક્વિડ ફોર્મ કરવામાં આવતું હતું. ત્યારબાદ તેના ઉપર કાગળ મુકવામાં આવતો હતો. કાગળ પર જ્યારે કોકેઇન ચોટી જાય ત્યારે તેને ગરમ પાણીની વરાળ ઉપર થોડા સમય માટે બાફ દેવામાં આવતી હતી. જેને લીધે કાગળ પર અલગ લેયર બની જતું હતું અને આ કાગળને અલગ અલગ નોટબુકની વચ્ચે રાખી દેવામાં આવતા હતા.
  4.  જ્યારે આ બુક ડ્રગ્સ ખરીદનાર પાસે પહોંચી જતી હતી ત્યારે વચ્ચે મુકેલા કાગળોને ફરીથી ઉકાળેલા પાણીમાં ટુકડા કરી અને નાખી દેવામાં આવતા હતા. જેને કારણે કાગળ પર ચોટેલું કોકાઇન છૂટું પડી જતું હતું અને જે વધેલા કાગળો છે તેને પાણીની બહાર કાઢી ફેંકી દેવામાં આવતા હતા.
  5. હાલ તો સાયબર ક્રાઇમ અને કસ્ટમ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જે રીતે વિદેશોથી ડ્રગ્સ માફિયા ભારતમાં ડ્રગ્સ પહોંચાડી રહ્યા છે તે પદ્ધતિ ખૂબ જૂની છે પરંતુ હાલ જે પણ ડ્રગ્સ, ગાંજો કે કોકેન મંગાવવામાં આવી રહ્યું છે તેનું પ્રમાણ ખૂબ જ વધી ચૂક્યું છે, જે આવનારી પેઢી માટે ઘણુ ચિંતાજનક છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">