ચારિત્ર્ય પર શંકાનો કરુણ અંજામ! પરણિત પ્રેમીએ વિધવા પ્રેમિકાની કરી હત્યા, ઘટના જાણી ચોંકી જશો
અમદાવાદના કણભામાં થયેલી વિધવા મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પરણિત પ્રેમીની ધરપકડ કરી છે. મૃતક મહિલાના ચારિત્ર્ય પર શંકા કરતા મહિલાએ સબંધ તોડી નાખ્યો હતો. જેની અદાવત રાખીને પ્રેમીએ દાંતરડાથી મહિલાને હત્યા કરી નાખી હતી.

પરણિત પ્રેમીએ વિધવા પ્રેમિકાની હત્યા કરી છે. પ્રેમીએ ચારિત્ર્ય પર શંકા કરી ઝઘડો કરતા મહિલાએ સબંધ તોડી નાખ્યો હતો. પ્રેમીએ મહિલાને મળવા બોલાવી દાતરડા વડે રહેંસી નાખી. મહત્વનું છે કે આ આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ચેતનસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ઉર્ફે ભાણો ઝાલા જેણે પોતાની પ્રેમિકાની કરપીણ હત્યા કરી દીધી હતી.
ઘટના એવી છે કે કણભાના કુબડથલ ગામમાં 39 વર્ષીય વિધવા મહિલા હંસાબેન ઠાકોરની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ ઘરેથી મળી આવ્યો હતો. આ મહિલાની હત્યા કેસની તપાસ કરતા આરોપી ચેતનસિંહની સંડોવણી ખુલતા ગ્રામ્ય પોલીસે આરોપીની પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતક હંસા ઠાકોર અને આરોપી ચેતનસિંહ ઝાલા વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ આરોપીના શંકાશીલ સ્વભાવના કારણે મહિલાએ સંબધ તોડી નાખતા આરોપીએ આ અદાવત રાખીને મહિલાને મળવા બોલાવીને ઘર નજીક હત્યા કરી દીધી હતી. કણભા પોલીસે આરોપીની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી ચેતનસિંહ અને મૃતક હંસાબેન છ મહિના પહેલા સંપર્કમાં આવ્યા હતા. હંસાબેનના પતિનું 2021માં હાર્ટએટેકમાં અવસાન થયું હતું. હંસાબેન પોતાના બે બાળકો સાથે કુબડથલ ગામમાં રહે છે. મૃતક હંસાબેનના ઘર સામે આવેલી એક કંપનીમાં ફેબ્રીકેશનનુ કામ કરવા ચેતનસિંહ ગામમાં આવ્યો હતો. આ દરમ્યાન બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેઓની વચ્ચે પ્રેમસંબંધ બધાંયો હતો.
ચેતનસિંહ અવારનવાર હંસાબેનના ઘરે આવતો જતો હતો. ચાર દિવસથી ચેતનસિંહ હંસાના ઘરે રહેવા આવ્યો હતો. 16મી સપ્ટેમ્બરની રાત્રે ચેતનસિંહે હંસા પર શંકા રાખીને ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરમાંથી નીકળી ગયો હતો. જેથી હંસાબેન આરોપી સાથે સંબંધ ખતમ કરી દીધા હતા. જેની અદાવત રાખીને રવિવારે સવારે ઘરે દીકરાઓ ઊંઘતા હતા તે સમયે ચેતનસિંહ આવ્યો હતો અને હંસાબેન સાથે ઝઘડો કરીને દાતરડાના ઘા મારીને હંસાબેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ પણ વાંચો : Ahmedabad: ક્રાઈમ બ્રાંચની ડ્રગ્સને લઈ મોટી કાર્યવાહી, ડ્રગ્સ પેડલર સહિત 3 આરોપી સકંજામાં, જુઓ Video
બાદમાં ચેતન ફરાર થઈ ગયો હતો. સવારે દીકરાએ ઊઠીને જોયું તો માતા હંસાબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં હતો. જેથી કણભા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ચેતનસિંહની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી. શંકાશીલ સ્વભાવમાં પ્રેમીએ વિધવા પ્રેમિકાની હત્યા કરીને બે બાળકોને નિરાધાર કરી દીધા છે. પકડાયેલ આરોપી અમદાવાદના સૈજપુરનો રહેવાસી છે અને પરણિત છે અને મજુરી કામ કરે છે. છ મહિનાના રિલેશનશિપમાં એક મહિલાની હત્યા કરનાર આરોપીના ગ્રામ્ય પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવીને હત્યામાં ઉપયોગ લીધેલ હથિયારને લઈને તપાસ શરૂ કરી.