AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચે 22.29 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી વટવા વિસ્તારમાં ડ્રગસ લઇને આવ્યો હોવાની માહિતીને આધારે પોલીસે પકડી પાડયો છે. જો કે પોલીસની પૂછપરછમાં આરોપીએ ચોકાવનારી હકીકતો જણાવી હતી. અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયુ છે કે બીલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફુટી નીકળ્યા છે

Ahmedabad: ક્રાઇમ બ્રાન્ચે 22.29 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે એક યુવકની ધરપકડ કરી
Ahmedabad Crime Branch Arrest Drugs Accused
Harin Matravadia
| Edited By: | Updated on: Feb 15, 2023 | 6:07 PM
Share

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી વટવા વિસ્તારમાં ડ્રગસ લઇને આવ્યો હોવાની માહિતીને આધારે પોલીસે પકડી પાડયો છે. જો કે પોલીસની પૂછપરછમાં આરોપીએ ચોકાવનારી હકીકતો જણાવી હતી. અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સનું ચલણ એટલી હદે વધી ગયુ છે કે બીલાડીના ટોપની જેમ ડ્રગ્સ પેડલર્સો શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ફુટી નીકળ્યા છે. જેમ જેમ પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ વેચતા પેડલર્સની ધરપકડ કરે છે તેમ તેમ નવા નવા પેડલર્સ ડ્રગ્સ વેચવા માટે તૈયાર થઇ જાય છે.

અબ્દુલ માજીદ શેખ વટવા બીબી તળાવ પાસે ડ્રગ્સના જથ્થા સાથે આવતા પોલીસે પકડી પાડયો

જેમાં  ગઇકાલે ક્રાઇમ બ્રાંચની ટીમે વટવા ખાતેથી 22.29 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક પેડલરને ઝડપી પાડ્યો છે. જેમાં આરોપી મહફુઝ ઉર્ફે મુન્ના અબ્દુલ માજીદ શેખ વટવા બીબી તળાવ પાસે ડ્રગ્સના જથ્થા સાથે આવતા પોલીસે પકડી પાડયો હતો. આરોપી મહફુઝની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે એસી રીપેરીંગનું કામ કરે છે અને સરખેજ વિસ્તારમાં રહેતા ફિરોઝખાન પઠાણના ઘરે એસી રિપેર કરવા ગયો હતો.

ફિરોઝખાને  ડ્રગ્સનો જથ્થો મહફૂઝને સૂકવવા માટે આપ્યો હતો

જ્યાં તેની ઓળખાણ થઈ હતી અને બંને વચ્ચે ડ્રગસની વાતચીત થઈ હતી. જે બાદ ફિરોઝખાને મહફૂઝ ને ત્રણ મહિના પહેલા ડ્રગસ સૂકવવા માટે આપ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મહફૂઝ ડ્રગસનો જથ્થો જે ફિરોઝખાન પઠાણ પાસેથી લાવ્યો છે તે હાલ જેલમાં બંધ છે. ફિરોઝખાન ત્રણ મહિના પહેલા જેલની બહાર હતો તે સમયે ફિરોઝખાને  ડ્રગ્સનો જથ્થો મહફૂઝને સૂકવવા માટે આપ્યો હતો.

ફિરોઝખાન અગાઉ 2022માં ડ્રગસના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તો મહફૂઝ પણ 2014મા વટવા પોલીસ મથકમા મારામારીના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હાલ તો પોલીસે મહફૂઝની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ જેલમાં બંધ ફિરોઝખાન પઠાણની પણ ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લઈ આવ્યો તે અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarati video : હાટકેશ્વર ઓવરબ્રિજનું સમારકામ મંથરગતિએ, ટ્રાફિકની સમસ્યાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">