Gujarati video : હાટકેશ્વર ઓવરબ્રિજનું સમારકામ મંથરગતિએ, ટ્રાફિકની સમસ્યાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

Gujarati video : હાટકેશ્વર ઓવરબ્રિજનું સમારકામ મંથરગતિએ, ટ્રાફિકની સમસ્યાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ કર્યુ વિરોધ પ્રદર્શન

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:22 PM

Ahmedabad News : આઠ મહિનાથી મંથર ગતિએ ચાલતા સમારકામને લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને પારવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

અમદાવાદના હાટકેશ્વરનો છત્રપતિ શિવાજી મહારાજ ઓવરબ્રિજ બન્યા બાદ ટ્રાફિકની સમસ્યા ઉકેલાય તેવી આશા હતી. જો કે નવા જ બનેલા ઓવરબ્રિજ પર વારંવાર ગાબડા પડ્યા. જે બાદ આઠ મહિનાથી મંથર ગતિએ ચાલતા સમારકામને લીધે સ્થાનિકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ઓવરબ્રિજના ખોખરા સાઈડના છેડે હાટકેશ્વર પોલીસ ચોકી પાસે સ્થાનિકોએ ધરણાં-પ્રદર્શન કર્યું. સ્થાનિકો બ્રિજનું સમારકામ થાય કે નવો બનાવવામાં આવે, પરંતુ ઝડપથી લોકોની ટ્રાફિકની સમસ્યા ઉકેલાય તેવી માગ કરી રહ્યાં છે. હાટકેશ્વર પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અત્યાર સુધીમાં 6 ગાબડા પડ્યા

અમદાવાદના હાટકેશ્વરમાં 2016માં બનેલા ઓવરબ્રિજ પર 2022 સુધીમાં 6 ગાબડા પડ્યા છે. લોકોની અવર-જવરથી ભરચક વિસ્તાર અને એક્સપ્રેસ હાઈવેને જોડતો વિસ્તાર છે. જે આઠ મહિનાથી બંધ રહેતા પિક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થાય છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પૂર્વ વિસ્તાર હોવાથી બ્રિજ બનાવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે.

તંત્રની કામગીરી પર ઊભા થયા સવાલ

મળતી માહિતી પ્રમાણે 2016માં હાટકેશ્વરના છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ બ્રિજની આસપાસ અને ઉપર મળીને છ જેટલા ગાબડા પડી ચૂક્યા છે. જેમાં એક જ સ્થળ ઉપર અવાર નવાર ગાબડા પડવાની પણ ઘટનાઓ સામે આવી છે. જેના કારણે પણ તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા.

તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા હતા. તો ઓગસ્ટ મહિનામાં પડેલા ગાબડાને લઈને તંત્ર દ્વારા 25 ઓગસ્ટ 2022 સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બ્રિજનું 90 લાખના ખર્ચે 40 દિવસમાં કામ પૂર્ણ કરી બ્રિજ શરૂ કરવાનો વાયદો કરાયો હતો.

g clip-path="url(#clip0_868_265)">