Gujarati Video : કેન્દ્રની પ્રથા હવે સુરત મનપાએ અપનાવી, બજેટ પૂર્વે હલવા સેરમની યોજાઇ
સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ અગાઉ હલવા સેરેમની યોજાતી હોય છે, પરંતુ ગુજરાતમાં પ્રથમવાર સુરત મનપાએ કેન્દ્રનું અનુકરણ કરતા સામાન્ય બજેટ પહેલા હલવા સેરેમની યોજી. જેમાં હિંદુ ધર્મની એક પરંપરા છે કે સારા સમાચાર હોય તો લાપસીનું આંધણ મુકાતુ હોય છે.
સામાન્ય રીતે કેન્દ્ર સરકારના બજેટ અગાઉ હલવા સેરેમની યોજાતી હોય છે, પરંતુ ગુજરાતમાં પ્રથમવાર સુરત મનપાએ કેન્દ્રનું અનુકરણ કરતા સામાન્ય બજેટ પહેલા હલવા સેરેમની યોજી. જેમાં હિંદુ ધર્મની એક પરંપરા છે કે સારા સમાચાર હોય તો લાપસીનું આંધણ મુકાતુ હોય છે. ત્યારે નવા વર્ષના બજેટમાં જાણે કે શહેરીજનો માટે સારા સમાચાર હોય તેમ મેયર હેમાલી બોઘાવાલાએ કેન્દ્રનો રસ્તે અપનાવ્યો અને હલવા સેરેમની યોજી. મેયરને આનંદ છે કે રાજ્યમાં પ્રથમવાર સુરતી હલવાની સ્ટાઇલમાં તેઓ બજેટ રજૂ કરી શક્યા.
જોકે શાસકોના હલવામાં વિપક્ષે ખટાશનો સૂર પુરાવ્યો વિપક્ષે ટીકા કરી,અને આરોપ લગાવ્યો કે શાસકોને મોંઘવારીના સમયમાં હલવાની પડી છે.એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મેયર હેમાલી બોઘાવાલા અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે.તો બીજી તરફ વિપક્ષ નારાજ છે.ત્યારે આજના બજેટમાં કમિશનર અને વિપક્ષની ગેરહાજરી ઉડીને આંખે વડગે તેવી હતી.
આ પણ વાંચો : Jamnagar : હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક, નવી આવક પર લગાવાઇ રોક
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
