Gujarati Video : PM નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

પીએમ નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં 5 હજાર 206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. તેમજ વડાપ્રધાન મોદી દાહોદવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે.આજે વડાપ્રધાનના હસ્તે દાહોદમાં છાબ તળાવ અને જવાહર નવોદય શાળાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 11:01 AM

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં 5 હજાર 206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. 4 હજાર 505 કરોડના કાર્યોમાં 1 હજાર 426 કરોડના કામોનું લોકાર્પણ અને 3 હજાર 79 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે.

આ પણ વાંચો : Chhota udepur Breaking : પાવીજેતપુરના નાના અમાદ્રા ગામે કાચા મકાનની દીવાલ ધરાશાયી, વૃદ્ધાનું મોત, જૂઓ Video

જેમાં 9 હજાર 88 નવા વર્ગખંડો, 50 હજાર 300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19 હજાર 600 કોમ્પ્યુટર લેબ્સ, 12 હજાર 622 વર્ગખંડોનું અપગ્રેડેશન સહિતની અન્ય સુવિધાઓ સામેલ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

કુલ 7 હજાર 500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરાશે. આ માટે રૂપિયા 60 કરોડનો ખર્ચ કરાયો છે. રૂપિયા 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂપિઆ 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ અને રૂપિઆ 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે. પીએમ મોદીના આગમનને લઈ પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે.

વડાપ્રધાન મોદી દાહોદવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે.આજે વડાપ્રધાનના હસ્તે દાહોદમાં છાબ તળાવ અને જવાહર નવોદય શાળાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. છોટાઉદેપુરના બોડેલીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 117.30 કરોડના ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવની કાયાપલટ કરવામાં આવી હતી. બીજી તરફ લીમખેડાના પાલીમાં 23 કરોડના ખર્ચે બનાવામાં આવેલા જવાહર નવોદય શાળાનું લોકાપર્ણ થશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">