AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વધુ એક હિટ એન્ડ રન, પુરપાટ આવતી કારે દંપતીને લીધુ અડફેટે, પતિનું ઘટનાસ્થળે જ મોત

Ahmedabad: શહેરમાં બેફામ સ્પીડે ભાગતા કાર ચાલકની અડફેટે વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. કાર ચાલકે દંપતીને અડફેટે લેતા પતિનું ઘટનાસ્થળે જ મોત થયુ છે. જ્યારે પત્નીને 20 જેટલા ફ્રેક્ચર આવ્યા છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Ahmedabad: વધુ એક હિટ એન્ડ રન, પુરપાટ આવતી કારે દંપતીને લીધુ અડફેટે, પતિનું ઘટનાસ્થળે જ મોત
Mihir Soni
| Edited By: | Updated on: Jun 02, 2023 | 12:02 AM
Share

અમદાવાદમાં બેફામ સ્પીડે ભાગતા વાહનચાલકોના પાપે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને છે. શહેરમાં આવા જ એક ઓવરસ્પીડમાં જતા કાર ચાલકની અડફેટે આવતા એક નિર્દોષે જીવ ગુમાવ્યો છે. શાહપુરમાં બાઇક પર જઈ રહેલા દંપતીને કાર ચાલકે અડફેડે લેતા પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. જ્યારે પત્નીને 20 જેટલા ફેક્ચર આવ્યા છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે. સ્પીડના કારણે અમદાવાદમાં હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે.

ઓવરસ્પીડમાં આવતી કારે દંપતીને ઉડાડ્યુ

સ્પીડના શોખીનોએ નિર્દોષ પરિવારના ચેહરા જોઈને પોતાના શોખ પર નિયંત્રણ લાવે, કારણકે વધુ પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે. જે સ્પીડમાં વાહન ચલાવતા લોકોને અપીલ કરી રહ્યું છે કે હવે કોઈ નિર્દોષનો જીવ ના લે. 30 મી મે ના રોજ રાત્રિના સમયે ગાયત્રી ભાવસાર અને નીતિન ભાવસાર દંપતી શાહપુરમાં આવેલ શંકરભુવનમાં રહેતા માતાને મળીને પોતાના ઘરે વાડજ જઈ રહ્યા હતા. તે સમયે એક કાર ચાલકે તેઓની બાઇકને અડફેડે લેતા ફંગોળાયા હતા. જેમાં નીતિન ભાવસારનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જ્યારે ગાયત્રી ભાવસારને 20 જેટલા ફેક્ચર આવ્યા છે અને જીવન મરણ વચ્ચે લડી રહ્યા છે. જેનું કારણ પુરઝડપે કાર ચલાવનારની બેદકારી હોવાનું સામે આવ્યું છે.

કાર ચાલક હર્ષિત પટેલની પોલીસે કરી ધરપકડ

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા કાર ચાલક હર્ષિત કિરીટ પટેલની ધરપકડ કરી છે. હર્ષિત શાહપુરમાં પોતાની દુકાન આવેલી છે. જે ઓનલાઇન રિમોર્ટનો વ્યવસાય કરે છે. રાત્રીના સમયે દુકાનથી ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે પુરઝડપે ગાડી ચલાવતા આ દંપતીને અડફેડે લીધું હતું. જોકે અકસ્માતની ઘટના કાર ચાલક હર્ષિત અજાણ હોવાનું જણાવી રહ્યો હતો. પરતું તેની ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાના શોખના કારણે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. આ જ પ્રકારે દરરોજ એક પરિવાર સ્પીડનો ભોગ બની રહ્યો છે. અમદાવાદમાં ચાર દિવસમાં અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : વિકૃત વૃદ્ધે બાળકીને બિભત્સ વીડિયો બતાવી કર્યા અડપલા

અમદાવાદમાં સ્પીડના કારણે હિટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આ સ્પીડ પર પોલીસ રોક લાવશે કે નહીં તે સવાલ છે. પરંતુ આ સ્પીડે અનેક પરિવારના સ્વજન અને વડીલોને છીનવ્યા છે. તો હવે પોલીસે સ્પીડ પર નિયંત્રણ લાવવા કડક કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">