Gujarati Video : અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત

Gujarati Video : અમદાવાદના શાહપુરમાં હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 12:18 PM

શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા (Accident) હોવાનું સામે આવ્યું છે. એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત થયું જયારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે.

Ahmedabad : અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. શાહપુર વિસ્તારમાં બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધા (Accident) હોવાનું સામે આવ્યું છે. એક્ટિવા પર સવાર દંપતીમાંથી પતિનું મોત થયું જયારે પત્નીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. GJ-01RW1435 નંબરની કારે અકસ્માત સર્જયો છે. ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો-Gujarati video : મહિલા રિક્ષાચાલક સામે ગંદી હરકત કરનાર આરોપી કલાકોમાં જ ઝડપાયો, પોલીસે તેને જાહેરમાં કરાવ્યુ કાયદાનું ભાન

નવા વાડજમાં રહેતા 45 વર્ષીય ગાયત્રી ભાવસાર એક ચાઇલ્ડ ડેન્ટલ કેરમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. મંગળવારે 50 વર્ષીય પતિ નીતિનભાઈ સાથે બાઇક લઈને શાહપુર ખાતે રહેતાં સાસુને મળવા બાઈક લઈને ગયા હતા. રાત્રીના સમયે શાહપુરથી પરત નવા વાડજ આવી રહ્યા હતા ત્યારે શંકરભુવન ફર્નિચર માર્ટની સામે પહોંચ્યા હતા તે સમયે પૂરપાટ ઝડપે આવેલી કારે બાઇકને ટક્કર મારી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">