Gujarati Video: RTEની ફેક વેબસાઈટ મામલે શિક્ષણ વિભાગ હરકતમાં, ઓનલાઇન RTE કાફે નામની સાઈટ કરાઈ બ્લોક, ફેક વેબસાઈટ સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Surat: રાઈટ ટુ એજ્યુકેશનની ફેક વેબસાઈટ બનાવી લેભાગુ તત્વોએ વાલીઓને છેતરવાનુ સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે. શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ સમગ્ર મામલે જણાવ્યુ છે કે ઓનલાઈન ઓનલાઇન RTE કાફે વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. ગાંધીનગર સેક્ટર 7માં ફરિયાદ આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:11 AM

RTE પ્રવેશની લાલચ આપીને વાલીઓ સાથે છેતરપિંડી કરનારાઓની ખેર નથી. મીડિયાના અહેવાલો બાદ રાજ્યનો શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયો છે. રૂપિયા 3 હજારમાં 100 ટકા પ્રવેશ આપવાનો દાવો કરતી RTE કાફેની સાઈટ બ્લૉક કરી દેવાઈ છે. શિક્ષણ વિભાગે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાને દાવો કર્યો કે આ પ્રકારની કોઈપણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. RTEની બોગસ વેબસાઈટ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ લેભાગુ તત્વોને છોડવામાં નહીં આવે. તેમણે વાલીઓને અપીલ કરી કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા RTEના નામે રૂપિય માગે તો સરકાર કે પોલીસનું ધ્યાન દોરે.

શિક્ષણમંત્રીએ વાલીઓને અપીલ કરી છે કે આવા કોઈપણ લેભાગુ તત્વોની વાતોમાં ન આવે અને રૂપિયા ન આપે. સરકારની Right to Education યોજના ગરીબ બાળકોના શિક્ષણ માટેની યોજના છે. તેમા સરકાર દ્વારા એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. આ સરકારની ખૂબ સારી યોજના છે. વધુમાં શિક્ષણમંત્રી પાનસેરિયાએ ઉમેર્યુ કે મે પણ એવી એક ફેક વેબસાઈટ જોઈ અને ધ્યાન ધોર્યુ છે. વાલીઓને અપીલ છે કે કોઈ પણ લોકો RTE માટે રૂપિયા માંગે તો અમારું કે પોલીસનું ધ્યાન દોરો.આજે ફેક આઈડી બનાવુંએ એક સામાન્ય બાબત થઈ છે. પરંતુ આવું કંઈપણ ધ્યાનમાં આવે તો લોકો અને મીડિયા અમારું ધ્યાન દોરે છે, જેથી આ અટકાવી શકાય.

આ પણ વાંચો: RTE હેઠળ બાળકને પ્રવેશ અપાવવા માંગતા હોવ તો આ બાબતનું રાખજો ધ્યાન, ખોટા ડોક્યુમેન્ટ આપ્યા તો પોલીસ ફરિયાદ અને પ્રવેશ થશે રદ

આપને જણાવી દઈએ કે રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ માટેની ફેક વેબસાઈટ શરૂ કરી વાલીઓને છેતરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમા એક યુવતી RTE કેફેના નામે વેબસાઈટ ચલાવી વાલીઓને 3000 રૂપિયામાં ફોર્મ ભરી આપી એડમિશન અપાવવાનું કહે છે. આ ઉપરાંત 100 ટકા ફોર્મ મંજૂર થવાની ગેરંટી પણ આપી રહી છે. ચોંકાવનારીતી વાત એ પણ છે કે આ યુવતીએ પોતાના પોસ્ટરમાં સર્વ શિક્ષા અભિયાનનો લોગો પણ વાપર્યો છે.

ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
જો સૌર વાવાઝોડું આવશે, તો બચવા માટે આપણી પાસે હશે માત્ર 30 મિનિટનો સમય
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાને 3 કિમી સુધી ઝોળીમાં નાખી લઈ જવાઈ
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
નાનાબાર કડવા પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને અપાઈ સર્વાઇકલ કેન્સરની રસી
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
બોરસદ તાલુકામાં ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડવાના દ્રશ્યો
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
સોનગઢ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મહિલા સદસ્ય પર કરાયો જીવલેણ હુમલો
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં 1 કલાકમાં 2 થી 3 ઈંચ વરસ્યો વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
MLA અને પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહની મુશ્કેલીમાં વધારો
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
મેઘરાજા ફરી બોલાવશે ધડબડાટી ! ગુજરાતના વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">