Gujarati Video : અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય આવતા કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી

Ahmedabad: હાટકેશ્વર બ્રિજને નબળી ગુણવત્તાના કામને આખરે તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. કોંગ્રેસનું કહેવુ છે કે શહેરીજનોના હિતમાં તેઓ છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને લઈને સત્તાધિશોની સામે લડત ચલાવી રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 10:00 AM

હાટકેશ્વરમાં વિવાદીત હાટકેશ્વર બ્રિજ આખરે તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દે અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ હાટકેશ્વર બ્રિજના છેડે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ઉજવણી કરી. હાટકેશ્વર બ્રિજમાં ગેરરીતિ મુદ્દે કોર્પોરેશનને ભીંસમાં લેતા કોંગ્રેસે વારંવાર દેખાવો યોજયા હતા. આખરે તંત્રએ બ્રિજને લઈ કોંગ્રેસે જે માગ કરી હતી તે મુજબ રિપોર્ટમાં સુચનો થતા, રિપોર્ટના સુચનોના આધારે કોર્પોરેશને કરેલા નિર્ણયને ઉજવણી સ્વરૂપે આવકાર્યો હતો.

હાટકેશ્વર બ્રિજ બાદ પલ્લવ બ્રિજનું કામ પણ અટકશે

આ તરફ અમદાવાદના શાસ્ત્રીનગર ચાર રસ્તા પરના પલ્લવ ઓવરબ્રિજનું કામ ખોરંભાય તેવી શક્યતા છે. અજય ઈન્ફ્રાને બ્લેક લિસ્ટ કરાતા થોડા દિવસથી પલ્લવ બ્રિજનું કામકાજ બંધ થઈ ગયું છે. નિયમ મુજબ બ્લેક લિસ્ટ કરવામાં આવે કે પોલીસ ફરિયાદ થાય તેને અન્ય કામ સોંપાતુ નથી. જેથી પલ્લવ ઓવરબ્રિજનું કામ અજય ઈન્ફ્રા પાસેથી લઈને અન્યને સોંપાય એવી શક્યતા છે. પલ્લવ ઓવરબ્રિજનો કોન્ટ્રાક્ટ 104 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Gujarati Video : હાટકેશ્વર બ્રિજ મુદ્દે મનપાની સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો, મેયરના ડાયસ પર ચઢી કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ

હાટકેશ્વર બ્રિજનો રિપોર્ટ આવ્યા બાદ અજય ઈન્ફ્રાને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં પલ્લવ બ્રિજનું કામકાજ પણ તેની પાસેથી લેવામાં આવે તે પ્રકારની પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. એ જ કારણોથી આ બ્રિજનું કામ લાંબા સમય સુધી ખોરંભાય તે પ્રકારની સ્થિતિ જોવાઈ રહી છે.

ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ- અમદાવાદ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">