AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ મ્યુ.કો.ની નવી પહેલ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રમાં કર્યો આ મોટો અને સુવિધાજનક સુધારો- વાંચો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્નારા ગુજરાતનું સૌપ્રથમ QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેનું ડિજિટલ લગ્ન નોંધણી સર્ટિફિકેટ શરૂ કરાયુ છે. આ પેપરલેસ પ્રક્રિયાથી અરજદારોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. દંપતી તેમની રીતે ઓનલાઈન પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરીને તેમના અનુકૂળ સમયની તારીખ લઈને કોર્પોરેશનની ઓફિસેથી પ્રમાણપત્ર મેળવી શકશે. જેથી ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2026 | 2:17 PM
Share

લગ્ન નોંધણી સર્ટિફિકેટને લઈને AMCએ નાગરિકોને સુવિધા મળે તે પ્રકારની નવી વ્યવસ્થા શરૂ કરી છે. સમગ્ર અમદાવાદમાં QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. અત્યાર સુધી રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેને કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ આજથી અમદાવાદ મનપાએ QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેના લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે, આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલા QR કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે. લગ્ન નોંધણી માટે દંપતીએ ઓનલાઇન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, જે બાદ અરજદાર પોતાને અનુકૂળ આવે તે સમય પસંદ કરીને ઓફિસથી સર્ટી મેળવી શકશે, જેથી અરજદારને ધક્કા પણ નહીં ખાવા પડે.

આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ બનાવવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત વહીવટી કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે. લગ્ન નોંધણી કરાવવા ઇચ્છુક દંપતીઓ માટે હવે પ્રક્રિયા અત્યંત સુવિધાજનક બની ગઈ છે. તેઓ પોતાના ઘર બેઠા જ ઓનલાઈન પોર્ટલ ખોલીને વેબસાઈટ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો ઓનલાઈન અપલોડ કરવાની રહેશે.

દસ્તાવેજો અપલોડ કર્યા પછી, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવશે. ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારબાદ, પાસપોર્ટ અરજીની પદ્ધતિની જેમ જ, અરજદાર પોતાને અનુકૂળ સમય અને તારીખનો સ્લોટ ઓનલાઈન પસંદ કરી શકશે. પસંદ કરેલા સ્લોટ મુજબ તેમને કોર્પોરેશનની ઓફિસે એકવાર જવાનું રહેશે. ત્યાં તેઓ ઓનલાઈન સહી કરશે અને તેમનો ફોટોગ્રાફ લેવામાં આવશે, જે સર્ટિફિકેટ પર પ્રિન્ટ થશે. આ પ્રક્રિયા બાદ તેમને QR કોડ અને ફોટોગ્રાફ સાથેનું ડિજિટલ લગ્ન નોંધણી સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. આ નવી વ્યવસ્થાથી અરજદારોને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે અને તેમનો કિંમતી સમય બચશે.

મૃત્યુ પામેલા સ્વજનના સપના આવવા શુભ છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?

Follow Us
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
g clip-path="url(#clip0_868_265)">