Jamnagar : ગુજરાતના 63માં સ્થાપના દિવસની જામનગરમાં થશે રંગારંગ ઉજવણી, 300 કરોડથી વધુના 551 જેટલા વિકાસકાર્યોની મળશે ભેટ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી, તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ છે.
આજે ગુજરાત રાજ્યના 63માં સ્થાપના દિવસની જામનગર ખાતે રંગારંગ ઉજવણી થશે, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં રાજ્યના 63માં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે જ જામનગરને 300 કરોડથી વધુની રકમના 551 વિકાસકાર્યોની ભેંટ મળશે.
જામનગરમાં થશે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
આજે જામનગર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ રૂ. 303.49કરોડની રકમના કુલ 551 વિકાસ કામો નું ઈ-લોકાર્પણ તથા ઈ- ખાતમુહુર્ત અને ઈ-ભૂમિપૂજન કરવામાં આવશે.
ઉજવણીના મુખ્ય કાર્યક્રમોની વિગતો
- આ ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહારાણા પ્રતાપની 12 ફૂટ ઉંચી કાસ્ય પ્રતિમાંનું પણ અનાવરણ કરવામાં આવશે.
- પોલીસ પરેડ કાર્યક્રમમાં પોલીસ જવાનોની 21જેટલી પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ કરવામાં આવશે.
- આ કાર્યક્રમમાં અશ્વ શો, મોટર સાયકલ સ્ટંટ શો, જેવા અવનવા શો નું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ પાઠવ્યો હતો સંદેશ
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતી, તેમણે કહ્યું કે દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાત ગૌરવ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, 1લી મે આપણા ગુજરાતનો ગૌરવવંતો સ્થાપના દિવસ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે અમૃતકાળની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે અમૃતકાળનો આ પહેલો ગુજરાત ગૌરવ દિવસ વિશેષ મહત્વ ધરાવતો ગૌરવ દિવસ છે.
નોંધનીય છેકે, 1 મે, 1960ના દિવસને ગુજરાતના સ્થાપના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બૃહદ-મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ રાજય બન્યા હતા.
મહાગુજરાત આંદોલન’ એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાએ સૌથી મોટું આંદોલન કર્યું હતું. હડતાળો, વિદ્યાર્થી દેખાવો, સરઘસો, ગોળીબાર, મૃત્યુ અને ગુજરાતી ભાષી વિસ્તારોમાં ફેલાયેલી અશાંતિનો અંત સ્થાપના દિવસે આવ્યો હતો. વર્ષ 1956માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. જે બાદ ગુજરાતી બંધુઓને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનવાની આશા બંધાઇ હતી. આ બાદ પણ દેશમાં ઉત્તરાખંડ, છત્તીસગઢ, તેલગાંણા, ઝારખંડ જેવા રાજ્યોની પણ અલગની સ્થાપના થઇ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…