Ahmedabad : કોર્પોરેશનના તમામ કર્મચારીઓ હવે ડ્રેસ કોડમાં જોવા મળશે, AMCનો મહત્વનો નિર્ણય

મ્યુનિ. દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને કાપડ આપવામાં આવશે અને સરકારના નિયમ મુજબ સિલાઈના પૈસા પણ આપવામાં આવશે. આ હેતુસર આગામી દિવસોમાં AMC ટેન્ડર પ્રક્રિયા કરી અને કાપડ ખરીદીને તમામ અધિકારીઓ, કર્મચારીઓને આપવામાં આવશે. પુરૂષ કર્મચારીઓને શર્ટ, પેન્ટ અને મહિલા કર્મચારીઓને સાડી અને ડ્રેસનું કાપડ આપવામાં આવશે.

Ahmedabad : કોર્પોરેશનના તમામ કર્મચારીઓ હવે ડ્રેસ કોડમાં જોવા મળશે, AMCનો મહત્વનો નિર્ણય
AMC
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 21, 2023 | 9:01 PM

Ahmedabad : AMC કમિશનરથી (Commissioner) માંડીને પટાવાળા સુધીના કર્મચારીઓ હવે ડ્રેસ કોડમાં જોવા મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે કોર્પોરેશન દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રેસ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. AMCમાં IAS અધિકારીઓથી લઈને વર્ગ-4ના કર્મચારીઓ ડ્રેસ કોડમાં જોવા મળશે.

આ પણ વાંચો Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, સનસનાટી ભરેલી ઘટના CCTVમાં કેદ

કોર્પોરેશન અધિકારીઓ અને કર્મચારીઓને કાપડ આપવામાં આવશે

મ્યુનિ. દ્વારા તમામ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને કાપડ આપવામાં આવશે અને સરકારના નિયમ મુજબ સિલાઈના પૈસા પણ આપવામાં આવશે. આ હેતુસર આગામી દિવસોમાં AMC ટેન્ડર પ્રક્રિયા કરી અને કાપડ ખરીદીને તમામ અધિકારીઓ, કર્મચારીઓને આપવામાં આવશે. પુરૂષ કર્મચારીઓને શર્ટ, પેન્ટ અને મહિલા કર્મચારીઓને સાડી અને ડ્રેસનું કાપડ આપવામાં આવશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

AMC કમિશનર એમ. થેન્નારસન અગાઉ સુરત મ્યુનિસિપલ કમિશનર હતા. ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડ્રેસ કોડ નક્કી કરાયો હતો. હવે AMCમાં ડ્રેસ કોડનો અમલ કરવામાં આવશે.

ટેન્ડર પ્રક્રિયા કરી ઉત્તમ પ્રકારનું કાપડ અપાશે

AMCમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓની એક આગવી ઓળખ બની રહે અને ફિલ્ડમાં પણ તેઓની ઓળખ ઊભી થાય તેને ધ્યાનમાં રાખી અને હવે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. 2.30 મીટર શર્ટ માટે અને 1.30 મીટર પેન્ટ માટે કાપડ આપવામાં આવશે. મહિલાઓ માટે 5 મીટરથી 10 મીટર સુધીમાં કાપડ અપાશે અને 2 જોડી ડ્રેસ આપવામા આવશે. આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા કરી ઉત્તમ પ્રકારનું કાપડ સેન્ટ્રલ સ્ટોર દ્વારા ખરીદી અને આપવામાં આવશે.

AMCની મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓને ડ્રેસ આપવા માટે કાપડ અને સિલાઈની ન્યૂનતમ કિંમત નક્કી કરી ECS સિસ્ટમ મારફતે પગારમાંથી આપવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મટીરીયલ મેનેજમેન્ટ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, AMCમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને ડ્રેસ આપવા માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. હવે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરીને આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવશે.

કોણ કયા રંગના કપડામાં દેખાશે

પુરૂષ અધિકારીઓ અને કર્મચારીઓની વાત કરીએ તો, ક્લાસ 1-2 અધિકારીઓ ગ્રે કલરના શર્ટ અને બ્લેક કલરના પેન્ટમાં જોવા મળશે, તો કલાસ-3 અધિકારીઓ સ્કાય બ્લુ કલરના શર્ટ અને નેવી બ્લુ કલરના પેન્ટમાં જોવા મળશે. તો સફાઈ કર્મચારીઓે, ક્લીનર ડ્રાઇવર, સિક્યુરિટી ખાખી કલરના કપડામાં, તો પ્યુન, જમાદાર, હોસ્પિટલ વોર્ડ બોય સફેદ રંગના કપડામાં જોવા મળશે.

મહિલા કર્મચારીઓની વાત કરીએ તો, કલાસ 1-2 અધિકારીઓ સાડી, બ્લુ ડ્રેસ, સફેદ દુપટામાં તો, ક્લાસ-3 સાડી અને સ્કાય બ્લુ ડ્રેસમા જોવા મળશે. જ્યારે કામદાર મહિલાઓ બદામી સાડીમાં જોવા મળશે. ત્યારે સવાલ એ છે કે, કોર્પોરેશનમાં કામ કરતા ક્લાસ 1થી 4ના કર્મચારીઓ નક્કી કરાયેલા ડ્રેસ કોડ પોતાના ખર્ચે ખરીદવા માટે સક્ષમ નથી. તો ખાનગી તેમજ સરકારી શાળાઓમાં કોમન ડ્રેસ કોડ હોવા છતાં સ્કૂલ ડ્રેસ ખરીદવાની જવાબદારી વાલીઓની જ રહેતી હોય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">