AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે. 

Ahmedabad:  RSSના વડા મોહન ભાગવતનું ગુજરાતમાં જાહેર મંચ ઉપરથી સંબોધન, કહ્યું મતભેદ ભૂલીને દેશહિતમાં એક થવું જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 8:20 PM
Share

જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.  RSSના “સમાજશક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વકતવ્ય આપતા કહ્યું હતું કે મતભેદ ભૂલીને દેશ હિતમાં એક થવું જરૂરી છે.

નોંધનીય છે કે 8 વર્ષ બાદ RSSના વડા મોહન ભાગવતે ગુજરાતમાં જાહેર મંચ પરથી સંબોધન કર્યું છે તેમણે કહ્યું કે મતભેદો ભૂલી દેશહિતમાં એક થવું જરૂરી છે તેમજ બાબા સાહેબના આંબેડકરના મૂલ્યોને આગળ વધારવાનું લક્ષ્ય રાખવા પણ તેમણે સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હજારો સ્વયંસેવકો હાજર છે.

સંઘના વડા મોહન ભાગવતે  બાબા સાહેબના આજના જન્મદિવસનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે 14 એપ્રિલે થયો. ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ એક એવી  મહત્વની ઘટના હતી, સાથે જ તેમણે  ડો. હેડગેવાર અને બાબા સાહેબના પ્રસંગોનું  પણ વર્ણન કર્યું હતું.  તેમણે જણાવ્યું હતું કે વિદેશી તાકાતો આપણને નુકસાન ન પહોંચાડે તે માટે આપણે એક થવાનું છે.

આ પણ વાંચો- Gandhinagar: સીએમ ભૂપેન્દ્ર પટેલની બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગૃપના સભ્યો સાથે બેઠક, રાજયમાં ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી એપ્રોચ અંગે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બે દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ અમદાવાદના વસ્ત્રાપુરના GMDC ગ્રાઉન્ડમાં આયોજીત સમાજ શક્તિ સંગમમાં 15 હજારથી વધારે સ્વયંસેવકોને સંબોધન કરી રહ્યા હતા.

આ કાર્યક્રમમાં RSS સર સંઘચાલક ડો. મોહન ભાગવત, કર્ણાવતી સંઘ ચાલક મહેશ પરીખ, ગુજરાત પ્રાંત સંઘ ચાલક ડો. ભરત પટેલ, પશ્ચિમના સંઘ ચાલકના ડો. જયંતિ ભાડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

2024ની ચૂંટણી પહેલા RSS ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે અને  8 વર્ષ બાદ  ગુજરાતમાં  જાહેર મંચ ઉપરથી સંઘના વડા મોહન ભાગવતે સંબોધન કર્યું છે.

વર્ષ 2024ની ચૂંટણી પહેલા ભાજપની તૈયારી

RSS દ્વારા અનેક કાર્યક્રમો થતા રહેતા હોય છે. પરંતુ RSSના વડા મોહન ભાગવતનું કોઇપણ જગ્યાએ જઇને શક્તિપ્રદર્શન કરવુ એ હંમેશા સૂચક હોય છે. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી આવવાની છે. ભાજપે ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. RSS દ્વારા ભાજપને એક પ્રકારે સમર્થન કરવામાં આવતુ હોય છે. ખાસ કરીને ચૂંટણી સમયે જોવા મળતુ હોય છે કે RSSના અનેક કાર્યકર્તા-સ્વયંસેવકો ભાજપ તરફી કેમ્પેઇન કરતા હોય છે.

15 એપ્રિલે મોહન ભાગવત કરશે પુસ્તકનું લોકાર્પણ

મોહન ભાગવત  1 5 એપ્રિલના રોજ  યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે   પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ કરશે. આ પુસ્તકોનો વિષય  સમાજ અને રાષ્ટ્ર ચેતના ઉપર આધારિત છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
વીજપોલની માર્કેટ રેટ કમિટીની બેઠકને લઈ ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટ્યા
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયું 5 કરોડનું કોકેઈન , જુઓ Video
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
સુરતના કામરેજમાં LPG ગેસ લીકેજથી ભીષણ આગ
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
વડોદરા અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજને કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
ગાંધીનગર મનપાની ચૂંટણીને લઇને કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
g clip-path="url(#clip0_868_265)">