AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં 30 બ્લેક સ્પોટ્સ પૈકી આ 7 બ્લેક સ્પોટ્સ પર સર્જાઈ અકસ્માતોની હારમાળા- વાંચો

Ahmedabad: શહેરમાં વધતા જતા અકસ્માતોની સંખ્યા શહેર પોલીસ અને તંત્રની ચિંતા વધારી રહ્યા છે. તાજેતરમાં જ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે પુરઝડપે કાર ભગાવી 9 લોકોની લાશો ઢાળી દીધી હતી. ત્યારે જે રોડ પર સૌથી વધુ અકસ્માતના બનાવો બન્યા તે સ્થળોને બ્લૅક સ્પોટ્સ તરીકે આઇડેન્ટિફાઇ કરવામાં આવ્યા છે. જેથી અકસ્માતની આવી ઘટનાઓ પર રોક લગાવી શકાય. જો કે માત્ર એજન્સીઓના રિસર્ચથી અકસ્માતની ઘટનાઓ રોકી નહીં શકાય, લોકોની સાવધાની અને સતર્કતા પણ એટલી જ જરૂરી છે.

અમદાવાદમાં 30 બ્લેક સ્પોટ્સ પૈકી આ 7 બ્લેક સ્પોટ્સ પર સર્જાઈ અકસ્માતોની હારમાળા- વાંચો
Mihir Soni
| Edited By: | Updated on: Sep 14, 2023 | 10:22 PM
Share

Ahmedabad: તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ દરરોજ એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે. એટલું જ નહીં આ વર્ષમાં ઓગસ્ટ સુધીમાં 311 લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. આવા 30 એક્સિડેન્ટ બ્લૅક સ્પોટ્સ છે જેને આઇડેન્ટિફાઇ કરીને તેના ઉપર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આ મૃત્યુના આંકડાઓ ઘટાડી શકાય. આ બ્લૅક સ્પોટ્સ વિશેની માહિતી તમને પણ હોવી જોઇએ જેથી તમે પણ સતર્ક રહી શકો.

બ્લેક સ્પોટ એરિયા

  •  ઇસ્કોન બ્રિજ
  •  નારોલ સર્કલ
  •  પીરાણા રોડ
  • ઉજાલા સર્કલ
  • જૂના વાડજ સર્કલ
  • સારંગપુર સર્કલ
  • લાંભા ટર્નિગ રોડ

મોટા ભાગના અકસ્માતો વહેલી સવારે કે મધરાત્રે થતા હોવાનુ રિસર્ચમાં તારણ

શહેરના 30 બ્લેક સ્પોટ્સ પૈકી આ 7 જેટલા બ્લેક સ્પોટ્સ પર સૌથી વધુ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જો કે અકસ્માત અટકાવવા માટે ટ્રાફિક વિભાગ દ્ધારા જુદી જુદી એજન્સીઓ મદદ મેળવી રિસર્ચ કરાવ્યુ છે. જેમાં મોટા ભાગે થતાં અકસ્માત રાત્રે કે વહેલી સવારે થઇ રહ્યા છે. કારણકે હાઇવે પરનો રોડ ખુલ્લો હોવાથી વાહનચાલકો પૂરઝડપે વાહન હંકારતા હોવાથી બેદરકારીથી અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને જરૂર હોય ત્યાં સ્પીડબ્રેકર મુકવાની કામગીરી, વાહનચાલકનુ વિઝન કપાતું હોય તેને ધ્યાને રાખીને દબાણો દુર કરવા જેવા અલગ અલગ પગલાંઓ ટ્રાફિક વિભાગ લઇ રહ્યા છે.

અકસ્માત થવાના મુખ્ય કારણો

  • બંન્ને બાજુ રહેણાક, ઓદ્યોગિક વિસ્તાર
  • વળાંક કે શાર્પ વળાંકવાળા રોડ
  • હાઇવે પર ચાર રસ્તાના કારણે
  • સ્પીડ બ્રેકરના અભાવના કારણે
  • દ્વી-માર્ગીય રોડ પછી એક માર્ગીય રોડ

બ્લેક સ્પોટ પર અકસ્માત ઘટાડવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી કરાઇ રહી છે પરંતુ શહેરમાં અકસ્માતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇ દરરોજના એક વ્યક્તિ રોડ અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યો છે પણ ગત વર્ષની સરખામણીએ અકસ્માતના મૃત્યુઆંકમાં મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ટ્રાફિક વિભાગ એડમિન ડીસીપી બલદેવસિંહ વાઘેલાનું કહેવું છે કે ગત વર્ષની સરખામણીએ વર્ષ 2022માં 952 અકસ્માતમાં 331 લોકોના મોત થયા હતા. જ્યારે ચાલુ વર્ષમાં 953 અકસ્માતમાં 311 લોકોના મૃત્યુ નિપજ્યા છે. પરંતુ ટ્રાફિક વિભાગ અધિકારી કહેવુ છે કે અમદાવાદમાં સંભવિત અકસ્માત સ્થળો એવા બ્લેક સ્પોટ્સમાં વધારો થઇ રહ્યો હોય તે એક ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: સસ્તુ સોનુ ખરીદતા પહેલા સાવધાન, ઠગબાજો અનેક લોકોને લગાવી ચુક્યા છે ચુનો, SOG ક્રાઈમે બે વોન્ટેડની કરી ધરપકડ

રાજ્યભરમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ જોખમી બ્લેક સ્પોટ્સ

અમદાવાદની શાન ગણાતો એસજી હાઈવે પણ હવે સલામત નથી. ઈસ્કોનથી વૈષ્ણદેવી વચ્ચેના એસજી હાઈવે રોડ પર રાત્રીના સમયે દરરોજ અકસ્માતો થઇ રહ્યા છે. નબીરા તથ્ય પટેલ દ્વારા ઇસ્કોન બ્રિજ પર સર્જેલા અકસ્માત બાદ વધુ અકસ્માતની હારમાળાએ એસ જી હાઇવેને મોતનો હાઇવે બનાવ્યો છે. તાજેતરમાં 24 કલાકમાં પાંચ અકસ્માત માં 7 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જે અકસ્માતને અટકાવી શક્યું નથી. નોધનીય છે કે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીની વેબસાઇટ મુજબ રાજ્યભરમાં જોખમી બ્લેક સ્પોટ્સમાં સૌથી વઘુ બ્લેક સ્પોટ અમદાવાદ શહેરમાં જાહેર કરાયા છે.. ત્યારે પંચમહાલ, વલસાડ,વડોદરા, રાજકોટ અને સુરત આ જીલ્લામાં જ 63 ટકા બ્લેક સ્પોટ છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">