Ahmedabad : ચાલુ બસમાં મહિલાને આવ્યો હાર્ટ એટેક, તો ગુજરાત એસટીના ડ્રાઇવરે કર્યું એવું કામ કે બધા જોતા જ રહી ગયા!
માનવતા સૌથી મોટો ધર્મ છે અને શંકરપુરી ગોસ્વામીએ એક મુસાફરનો જીવ બચાવીને આ વાકયને ચરિતાર્થ કરી બતાવ્યું છે. શંકરપુરીએ જે કરી બતાવ્યું છે તે પછી ચારે તરફથી તેમને શાબાશીઓ મળી રહી છે. આ ઘટના બતાવે છે કે બસના ડ્રાઈવર્સ અને કન્ડક્ટર્સને પણ આ પ્રકારની તાલીમ મળવી જોઈએ, જેથી કોઈ મુસાફરનો જીવ બચી શકે.
સલામત સવારી એસટી અમારી આ ગુજરાત એસટીનું ધ્યેય વાક્ય છે. જો કે પરંતુ કેટલાક લોકો એસટી બસમાં મુસાફરી કરવી પસંદગી નથી કરતા હોતા અને કેટલીક ઘટનાઓ એવી પણ બનતી હોય છે કે લોકો એસ.ટીના વહીવટી તંત્ર અને તેના ડ્રાઇવર કંડકટરના વ્યવહારથી ત્રસ્ત થઈ જતા હોય છે. જોકે એક એવી ઘટના સામે આવી છે. જેમાં એસ.ટી. બસના ડ્રાઇવરનું માનવીય પાસું જોવા મળ્યું હતું. આ ડ્રાઇવરે સલામત સવારી એસટી અમારીનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું હતું.
વાત એવી છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 32 વર્ષની એક મહિલા ગાંધીનગરથી અમદાવાદ જવા માટે GSRTCની બસમાં બેઠી હતી, પરંતુ બસ કોબા સર્કલ પહોંચતાં આ મહિલાને છાતીમાં અસહ્ય દુઃખાવો ઊપડ્યો હતો. જેની જાણ બાજુમાં બેઠેલા પેસેન્જરે બસના ડ્રાઇવરને કરી હતી. ડ્રાઇવરે એક ક્ષણ પણ બગાડ્યા વગર અને 108ની રાહ જોયા વગર બસને માત્ર 7 જ મિનિટમાં કોબા સર્કલથી અપોલો હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગના ગેટ આગળ પહોંચાડી દીધી હતી, જ્યાં સ્ટ્રેચર મગાવીને મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. બસના ડ્રાઈવરની આ સમયસૂચકતાને કારણે મહિલાને યોગ્ય સમયે સારવાર મળી ગઈ અને તેનો જીવ બચી ગયો હતો.
મહિલા માટે દેવદૂત સાબિત થયા આ ડ્રાઇવર
છાતીમાં દુખાવો ઉપડતા આ મહિલા માટે બસના ડ્રાઈવર શંકરપુરી ગોસ્વામી દેવદૂત સાબિત થયા હતા. શંકરપુરી ગોસ્વામીએ જે રીતે ત્વરિત નિર્ણય કરીને મહિવાનો જીવ બચાવવા નિર્ણય કર્યો તે બિરદાવવાને લાયક છે. શંકરપુરી ગોસ્વામીએ ઉપરી અધિકારી ચિંતા નહીં કરીને માનવતાને અને માનવધર્મને મહત્વ આપ્યું. આ સમગ્ર બાબતે અપોલો હોસ્પિટલના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટના હેડ સંજય શાહે કહ્યું હતું કે 25 વર્ષના મારા અનુભવમાં આ રીતે દર્દીને એમ્બ્યુલન્સને બદલે બસમાં લાવ્યા હોય તેવી આ પહેલી ઘટના હતી. હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે પણ શંકરપુરી ગોસ્વામીની આ સમયસૂચકતાને બિરદાવી અને તેમની પ્રશંસા કરી..
કહેવાય છે કે માનવતા સૌથી મોટો ધર્મ છે અને શંકરપુરી ગોસ્વામીએ એક મુસાફરનો જીવ બચાવીને આ વાકયને ચરિતાર્થ કરી બતાવ્યું છે. શંકરપુરીએ જે કરી બતાવ્યું છે તે પછી ચારે તરફથી તેમને શાબાશીઓ મળી રહી છે.આ ઘટના બતાવે છે કે બસના ડ્રાઈવર્સ અને કન્ડક્ટર્સને પણ આ પ્રકારની તાલીમ મળવી જોઈએ, જેથી કોઈ મુસાફરનો જીવ બચી શકે.